Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી અને અમદાવાદના પ્રવાસે : હોસ્પિટલનું ઉદઘાટન : નવસારીમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ

રાજકોટ:::વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે નવસારી અને અમદાવાદના પ્રવાસે આવ્યા છે આજે દિલ્હીથી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતનાએ વડાપ્રધાનને આવકાર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નવસારી ખાતે હોસ્પિટલનું ઉદઘાટન કરવા માટે રવાના થયા હતા આ ઉપરાંત નવસારીમાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો .(તસવીર-અહેવાલ: કેતન ખત્રી - અમદાવાદ)

(12:02 pm IST)