Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે ગુજરાતમાં ૧૭૮ ધારાસભ્‍યો અને ૩૭ સાંસદો મતદાર

મતદાર યાદીમાં નામ પ્રસિધ્‍ધઃ મતદાનની જરૂર પડે તો જુલાઇ પ્રારંભથી તૈયારી

 

રાજકોટ તા. ૧૦: કેન્‍દ્રીય ચૂંટણી પંચે રાષ્‍ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઇએ યોજવાનું જાહેર કરી દીધું છે. જો મતદાન કરવાની જરૂર પડે તો ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ર૧પ મતદારો મતદાન કરવાપાત્ર છે. રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે તા. ર૯ જુન સુધી ઉમેદવારી કરી શકાશે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના દિવસ સુધીમાં એકથી વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તો ૧૮મી જુલાઇએ મતદાનની જરૂર પડશે. ગુજરાતમાં કુલ ૧૮ર પૈકી ઉંઝા અને ભીલોડાની બેઠક ધારાસભ્‍યના અવસાનથી તથા ખેડબ્રહ્માની બેઠક રાજીનામાથી અને દ્વારકાની બેઠક કાનૂની વિવાદના કારણે ખાલી પડી છે. કુલ ૧૭૮ ધારાસભ્‍યો, લોકસભાના ર૬ સભ્‍યો અને રાજયસભાના ૧૧ સભ્‍યો મતદાન કરવાપાત્ર છે. આ અંગેની મતદાર યાદી પ્રસિધ્‍ધ થઇ ગઇ છે. મતદાન પ્રક્રિયા ગુજરાત વિધાનસભા ભવન ખાતે થશે. સાંસદો ઇચ્‍છે તો અગાઉથી નકકી કરીને મતદાન દિલ્‍હી ખાતે પણ કરી શકે છે.

(12:05 pm IST)