Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગુજરાતમાં બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજુરી આપવા ભુપેન્‍દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડની રજૂઆત

રાજય કક્ષાએ તાત્‍કાલિક નિર્ણય લેવામાં આવે તો ગુજરાત રાજયના ખેડૂતો તથા રાજયનું અર્થતંત્રᅠવૈશ્વિક ઉત્‍પાદન ક્ષમતામાં ભારત એક આગવું સ્‍થાન લે તે ચોક્કસ સાબિત થાય તેમ છે

રાજકોટ તા. ૧૦ : ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે ગુજરાતમાં બીટી કપાસ ની નવી ટેકનોલોજીને મંજુરી આપવા માગણી કરી છે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્‍યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ તથા આપની રાહબરી હેઠળ ગુજરાત રાજય કૃષિ અને બિયારણ ઉદ્યોગ માં સારી પ્રગતિ કરી છે,ખુશી ક્ષેત્રે સમગ્ર દેશમાં રાજયને અગ્રેસર કર્યું છે,બિયારણ કૃષિક્ષેત્રની પ્રગતિ ના પાયાનું અને ખૂબ જ અગત્‍યનું સાધન છે, રાજયમાં ખેડૂતોને નવા નવા ગુણવત્તાયુક્‍ત અને સારૂ ઉત્‍પાદન ધરાવતા બિયારણ મળી રહે તે માટે ભારત સરકાર અને રાજય સરકારના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સીડ્‍સ ઉદ્યોગ અવનવા ટેકનોલોજી મારફતે સંશોધન કરી રહ્યા છે.

દેશમાં તથા રાજયમાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે,કપાસ રિસર્સ સંસ્‍થાના અહેવાલ પ્રમાણે દુનિયાનાᅠ ૩૫ ટકા કપાસ વાવેતરનો વિસ્‍તાર આવેલ છે, ભારતમાં અત્‍યારે ઉત્‍પાદન હેક્‍ટર એ માત્ર ૪૬૭ કિલો મળે છે. જે બ્રાઝિલમાં ૧૭૭૨ કિલો,ચીનમાં ૧૮૪૪ કિલો છે,જેથી ભારત વિશ્વમાં વાવેતર વિસ્‍તારમાં બહુ મોટું યોગદાન રહેલું છે પરંતુ ઉત્‍પાદન ક્ષમતા ઓછી થવાથી કપાસ ઉદ્યોગ વિશ્વ લેવલે બહુ ખોખલો સાબિત થઇ રહ્યો છે, જેના મુખ્‍ય કારણો ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેતી ખર્ચમાં દવા છટકાવનો ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે,ટેકનોલોજીના અભાવે એકરદીઠ કપાસનું ઉત્‍પાદન મજૂરોની અછતને કારણે નિંદામણમાં વધુ ખર્ચો ગુલાબી ઈયળના ઉપદ્રવથી નીચી ગુણવત્તા આ બાબતો મુખ્‍ય રહેલી છે .

જો ઉપરોક્‍ત વિગતો ધ્‍યાને લઇ રાજયનો ૩૦ ટકા વિસ્‍તાર અને અર્થતંત્રનું મોટું યોગદાન આપતા કપાસના પાકને નીંદામણ અને ગુલાબી ઇયળથી બચાવતી નવી ટેકનોલોજીને મંજૂરી આપવા રાજય કક્ષાએ તાત્‍કાલિક નિર્ણય લેવામાં આવે તો ગુજરાત રાજયના ખેડૂતો તથા રાજયનું અર્થતંત્ર ઉપરોક્‍ત વૈશ્વિક ઉત્‍પાદન ક્ષમતામાં ભારતનો એક આગવું સ્‍થાન લે તે ચોક્કસ સાબિત થાય તેમ છે.

હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં નવી ટેકનોલોજી સાથેના અભ્‍યારણો અને મંજૂરી આપેલ છે. તોᅠ આ બાબતે તાત્‍કાલિક નિર્ણય લઇ નાસીપાસ થયેલા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા વિનંતી સહ લાગણી સાથે અમારી ભલામણ છે.તેમ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રાજયના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જણાવ્‍યું છે.

(10:06 am IST)