Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ખુદાબક્ષો પાસેથી વેસ્‍ટર્ન રેલ્‍વેને થઇ રૂા.૨૫.૯૮ કરોડની કમાણીઃ ૩.૬૪ લાખ કેસ

અમદાવાદ અને ભાવનગર ડિવિઝન કમાઉ દીકરો

નવી દિલ્‍હી, તા.૧૦: પશ્‍ચિમ રેલ્‍વેએ ટીકીટ વગરના, અનિયમીત મુસાફરી અને બુકીંગ વગરના લગેજના દંડ પેટે ૩.૬૪ લાખ કેસ નોંધીને ૨૫.૯૮ કરોડ રૂપિયા મેળવ્‍યા છે.

બિન અધિકૃત મુસાફરી પર ચેકીંગ માટે રેલ્‍વે નિયમીત રીતે ચેકીંગ ડ્રાઇવ ચલાવે છે. આ ડ્રાઇવ માટે ૨૦૭૨ ટીકીટ ચેકીંગ કર્મચારીઓ દ્વારા પશ્‍ચિમ રેલ્‍વેએ બિન અધિકૃત મુસાફરી માટે ૨૫.૯૮ કરોડ રૂપિયાનો દંડ એકઠો કર્યો છે.

પશ્‍ચિમ રેલ્‍વેના ઓફીશ્‍યલ સંદેશમાં જણાવાયું છે કે ૨૦૨૨ના માર્ચથી અત્‍યાર સુધીમાં પશ્‍ચિમ રેલ્‍વેએ પોતાનો સૌથી વધારે દંડ ૨૧.૮૨ કરોડ અને મે મહિનામાં ૨૫.૯૮ કરોડનો દંડ ભેગો કરાયો છે. મે મહિનામાં મળેલ દંડની રકમ માર્ચ મહિના કરતા ૩૪ ટકા વધારે છે.

અમદાવાદ અને ભાવનગર ડીવીઝને પણ મે મહિનામાં છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધારે દંડની રકમ મેળવી છે. ૨૦૨૨ના મે મહિના દરમ્‍યાન પશ્‍ચિમ રેલ્‍વેના મુંબઇ ડીવીઝને ઇતીહાસ સર્જીને નવો માઇલ સ્‍ટોન બનાવતા ૧૨.૨૫ કરોડનો દંડ ટીકીટ ચેકીંગ દ્વારા મેળવ્‍યો છે જે મે મહીના માટે નક્કી કરાયેલ લક્ષ્ય કરતા અનેકગણું વધારે હતું. મે મહિના માટે ૧.૨૬ કરોડનું  લક્ષ્ય રખાયુ હતું. હેડ કવાર્ટરની ફલાઇંગ ટીમના ૨૨ સભ્‍યોએ ૨ કરોડ રૂપિયાનો દંડ મેળવ્‍યો હતો. જે રોજના પ્રતિ કર્મચારી ૩૮૦૦૦ રૂપિયાની સરેરાશથી વધારે હતો.

(10:04 am IST)