Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં ગાંજાનો કારોબાર કરતા ત્રણ શખ્શોને દબોચી લેવાયા

20 કિલો ગાંજો સહિત રૂપિયા 2.52 લાખનો મુદામાલ જપ્ત: નશાનો કારોબાર કરતા આરોપી દિલીપ બજરગે, મુકેશ રાવળ અને રાજેશ પ્રજાપતિને SOG ક્રાઇમે ઝડપી લીધા

અમદાવાદમાં શહેરકોટડામાં SOG ક્રાઇમે ગાંજાનો વેપાર કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 20  કિલો ગાંજો જપ્ત કર્યો છે. જેમાં કરિયાણાની દુકાનની  આડમાં ગાંજો વેંચતા હોવાનો ખુલાસો થયો છે.SOG ક્રાઇમે પકડેલા આરોપી દિલીપ બજરગે, મુકેશ રાવળ અને રાજેશ પ્રજાપતિ નશાનો કારોબાર શરૂ કર્યો હતો. SOG ક્રાઇમ ને બાતમી મળતા શહેરકોટડા વિસ્તારમાં ગાંજાની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ આરોપી પાસેથી 20 કિલો ગાંજો સહિત રૂપિયા 2.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.. છેલ્લા એક વર્ષથી આ ટોળકી ગાંજાનો વેપાર કરતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ગાંજા ના વેપારનો માસ્ટર માઈન્ડ દિલીપ બજરગે છે..કુબેરનગર માં પોતના નિવાસસ્થાને કરિયાણાની દુકાન ચલાવતો હતો પરંતુ પૈસાની લાલચમાં દિલીપે નશાનો કારોબાર શરૂ કર્યો.. મુકેશ અને રાજેશ તેની દુકાનમાં કામ કરે છે.. ગાંજો લેવા માટે તેઓ પેડલ રીક્ષા લઈને જતા હતા.જેથી પોલીસ ને શંકા ના જાય અને કુબેરનગર તેમજ સરદારનગર ના ડ્રગ્સના પેડલરને એક કિલો કે 2 કિલો વેચતા હતા. આ વિસ્તારમાં મોટા પ્રમાણ માં ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી SOG ને મળતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ માં એમડી ડ્રગ્સ, ગાંજો અને ચરસની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. આ આરોપીઓ ગાંજો કોની પાસેથી લાવ્યા અને ક્યાં ક્યાં પેડલરને વેંચતા હતા તે તમામ મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

 

(12:45 am IST)