Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નૂપુર શર્મા સામે વધતો વિરોધ :સુરતમાં મુસ્લિમ સમાજની મહિલા દ્વારા પ્લે કાર્ડ સાથે રેલી: કલેકટરને આપ્યું આવેદન

હિંસક પ્લે કાર્ડ લઈને મહિલાઓએ નૂપુર શર્મા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી

સુરત :ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા અને નૂપુર શર્માએ આપેલા નિવેદનને લઈને હજી પણ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. નૂપુર શર્માના નિવેદનને લઈને મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા પયગંબર સાહેબને લઈને કરેલી ટિપ્પણી માટે “ગુસ્તાખી માટે એક સજા સર તન સે જુદા” જેવા પ્લે કાર્ડ સાથે સુરત કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા

   આ પ્લે કાર્ડનો સીધો સંકેત છે કે તેઓ નૂપુર શર્માનું સર કાપી નાખવા માગે છે. મુસ્લિમ મહિલાઓ દ્વારા આજે જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી. મહિલાઓ દ્વારા જે પ્લેકાર્ડ લઈને માંગણી કરવામાં આવી હતી તે ખૂબ જ આશ્ચર્યકારક હતા. જેને લઇને ચર્ચા શરૂ થઈ છે.

   મહિલાઓ જે પ્લેકાર્ડ લઈને આવી હતી તેના પર લખ્યું હતું કે પયગંબર સાહેબને લઈને જે ગુસ્તાખી કરવામાં આવી છે તેને એક જ સજા આપવામાં આવે તેનું માથું ધડથી અલગ કરી દેવાની સજા છે. તેમજ અન્ય પ્લેકાર્ડ ઉપર ગેર મુસ્લિમ ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારની લેવડદેવડ કરવાનું બંધ કરી દઈશું, પયગંબર સાહેબના વિરોધમાં કોઇ પણ ટીપ્પણી કરશે તો તેની જબાન ખેંચી નાખીશું એવા હિંસક પ્લે કાર્ડ લઈને મહિલાઓએ નૂપુર શર્મા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(12:29 am IST)