Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ પૂર્ણ સમય પ્રધાનમંત્રી બને અને થોડા સમય માટે રાજકરણી બને : અર્જુનભાઇ મોઢવાડિયા

જમ્‍મુ : જમ્‍મુ-કાશ્‍મીર ખાતે સેનાના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાને ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુનભાઇ મોઢવાડિયાઅે કડક શબ્‍દોમાં વખોડી કાઢેલ હોવાનું જાણવા મળે છે.  તેમણે આતંકીઓના કૃત્યને કાયર પુર્ણ ગણાવીને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

તો બીજી તરફ ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે,સેનાના જવાનોની સફળતાનો યશ સરકાર લઈ જાય છે.પરંતુ સેનાનો જુસ્સો વધે તેવી નીતિ અમલમાં મુકાતી નથી.અર્જુન મોઢવાડિયાએ PM પર શાબ્દીક હુમલો કરતાં જણાવ્યું હતું કે,વડાપ્રધાને ફૂલ ટાઈમ પ્રધાનમંત્રી બનવું જોઈએ એને પાર્ટ ટાઈમ રાજકારણીની ભૂમિકામાં રહેવું જોઈએ

ઉલ્લેખનીય છે કે આજે જમ્મૂ-કશ્મીરના સુંજુવાન આર્મી કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 2 જવાન શહીદ થયાના અહેવાલ મળ્યા હતા.તો મેજર સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા હતા. સાથે સેનાએ પણ વળતી કાર્યવાહી કરતા 2 આતંકવાદીઓને ઘેરી લીધા હતા.

(12:27 am IST)