Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શાળાની બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે લાંભવેલ રોડ પરથી અટકાવ્યો

આણંદ:શહેર પોલીસે ગઈકાલે લાંભવેલ રોડ ઉપર આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસેથી સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બે બોટલો લઈન ેજતા એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ઘરી છે

 


મળતી વિગતો અનુસાર ગઈકાલે શહેર પોલીસનો ડી સ્ટાફ ઝાયડસ હોસ્પિટલ પાસે પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્કૂલ બેગ લઈને ત્યાંથી પસાર થતાં તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની બે બોટલો મળી આવી હતી જેની કિંમત ૧૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પૂછતાં તે મુળ સારસાનો પરંતુ હાલમાં મોગરી ગામે રહેતો પીનલકુમાર ઉર્ફે લાલો દિનુભાઈ પટેલ હોવાનું ખુલવા પામ્યું હતુ

(6:34 pm IST)