Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

નડિયાદમાં સામાન્ય ઝઘડામાં અગાઉ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેનાર પતિ-પત્ની સહીત પિતાને આજીવન કેદ

નડિયાદ:પશ્ચિમ વિસ્તારમાં આવેલ ટેલિફોન એક્ષચેંજ નજીકના રાજીવનગરમાં બે વર્ષ અગાઉ થયેલા સામાન્ય ઝઘડામાં પાંચ જણાએ ભેગા મળી એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે મહિલા, તેના પતિ અને પિતાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે

 


મળતી માહિતી મુજબ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રાજીવનગર આવેલ છે. રાજીવનગરમાં રહેતા કિર્તીસિંહ ઉર્ફે નાનજી મેપસિંહજી ઝાલા રહેતા હતાં. તેમની બહેન -મીબહેન અઠવાડિયાંથી બીમાર હોઈ તેનાથી પથારીમાંથી ઉઠાતું હતું. કિર્તીસિંહ બહેન -મીને દવા લાવવાનું કહેતો પરંતુ -મી માનતી નહતી. તા.૧૩-૦૨-૧૬ ના રોજ રાત્રીના :૩૦ કલાકે કિર્તીસિંહ ઘરે આવ્યાં ત્યારે -મી પથારીમાં સૂઈ રહી હતી. જેથી કિર્તીસિંહે તુ ખોટી ઉંઘી રહે છે, દવાખાનામાં દાખલ થતી નથી આમ થોડો તાવ મટવાનો છે તેમ કહી ઠપકો આપતો હતો. બરાબર તે વખતે રાજીવનગરમાં રહેતાં ગીતાબેન તેમજ તેમના પતિ ગોપાલભાઈ કુંવરાભાઈ દેવીપૂજક તેમના ઘર પાસેથી નિકળતાં હતાં. ગીતાબેને કિર્તીસિંહનો ઠપકો સાંભળ્યો એટલે તેમણે બંધબેસતી પાઘડી પહેરી લીધી. ઠપકો અને ગાળો કિર્તીસિંહ પોતાને આપે છે તેવું લાગ્યું હતું. જેથી ગીતાબેન તેમજ ગોપાલભાઈએ કિર્તીસિંહ સાથે ઝઘડો કર્યો હતો. અને ગાળો બોલવા લાગતાં તુ-તુ...મેં-મેં માથી મારામારીમાં પલટાયેલ ઝઘડામાં ગીતાબેનના અન્ય સબંધીઓ પણ હાથમાં લાકડીઓ અને ડંડા લઈ આવી ચડ્યાં હતાં. અને કિર્તીસિંહ પર હુમલો કર્યો હતો. છાતી તેમજ પેટના ભાગે લાતો મારી હતી તેમજ ડંડા માર્યાં હતા. -મીબેન છોડાવવા પડતાં તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ઝઘડામાં કિર્તીસિંહને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું હતું

બનાવ અંગે -મીબેન ઝાલાની ફરિયાદને આધારે પશ્ચિમ પોલીસે ગીતાબેન દેવીપૂજક, ગોપાલભાઈ દેવીપૂજક, ગોરધનભાઈ દેવીપૂજક, દિનેશભાઈ દેવીપૂજક અને ઉમેષભાઈ દેવીપૂજક સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. અને ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી. કેસ નડિયાદની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ વી.ડી.પરમારે સરકારી વકીલ ધવલ આર બારોટે રજૂ કરેલા ૧૧ દસ્તાવેજી પુરાવા, નજરે જોનારા સાક્ષીઓની જુબાની, પીએમ રિપોર્ટ વગેરેને ધ્યાનમાં રાખી ગોપાલભાઈ કુંવરાભાઈ દેવીપૂજક, ગીતાબેન ગોપાલભાઈ દેવીપૂજક અને ગોરધનભાઈ હીરાભાઈ દેવીપૂજકને કસુરવાર ઠેરવ્યાં હતાં અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત પ્રત્યેકને રૂ.૭૫૦૦નો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે કેસમાં બે આરોપીઓ નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવ્યા હતા.

 

(6:33 pm IST)