Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કોસંબાના દરિયાકાંઠે ત્રણ-ત્રણ ડોલ્ફીન ભૂલી પડી : સેલ્ફી લેવા લોકો ઉમટ્યા

વલસાડ પાસે આવેલ કોસંબાના દરિયાકાંઠે ૫૦૦ મીટર અંદર માછલી પકડાવાના બંધારા ગુરૂવારે ત્રણ - ત્રણ ડોલ્ફીન માછલી ચડી આવી હતી. બંધારાના માલિક જયારે કેટલી માછલી પકડાઈ છે તે જોવા ગયા ત્યારે તેમને આ ડોલ્ફીન માછલીઓ નજરે પડી હતી. સામાન્ય રીતે દરિયાના ઉંડાણમાં રહેતી ડોલ્ફીન આ રીતે કાંઠા પાસે આવી ચડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયુ હતું. આ અંગે સાગર ખેડુના જણાવ્યા મુજબ આટલા વર્ષોમાં તેને પહેલી જ વખત ડોલ્ફીન પર હાથ ફેરવવાનો અને નજીકથી જોવાનો મોકો મળ્યો હતો. તથા ડોલ્ફીન સાથે બાળકો અને પરીવારજનોને થોડી વાર રમવાનો મોકો મળ્યો હતો. જો કે બાદમાં તમામ ડોલ્ફીનને ઉંડા દરિયામાં લઈ જઈ મુકત કરાઈ હતી. આ અંગે મત્સ્ય ઉદ્યોગ અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનાની જાણ ઓફીસ કે કન્ટ્રોલ રૂમને કરાઈ નથી. વર્ષમાં કયારેક કયારેક ડોલ્ફીન આ રીતે ધરતીના પાણી સાથે દરિયાકાંઠે આવી ચઢે છે અને પાણી ઉતરતા ફરી દરિયામાં પહોંચી જાય છે.

(5:56 pm IST)