Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ચૂંટણી પૂર્વે બનાસકાંઠા કોંગ્રેસ વિવાદમાં : જિલ્લા પ્રમુખ ઝાકીર ચૌહાણ સામે છેતરપીંડી કર્યાની ફરીયાદ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વખતે જ બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ સામે છેતરપીંડીની પોલીસ ફરીયાદ નોંધાતા વિવાદ જાગ્યો છે. વણસોલના ફતાભાઈ કરેણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં વડગામ તાલુકા પંચાયતની બેઠક માટે ટિકીટ આપવાની શરતે કોંગ્રેસ પ્રમુખે રૂ.૨૫ હજાર લઈ અને પછી ટિકીટ નહિં ફાળવી લીધેલા રૂપિયા પરત કર્યા નથી તેવા આક્ષેપ સાથે ફતાભાઈ કરેણે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સંગઠનના આગેવાન ફતાભાઈ કરેણે અને ઝાકીર ચૌહાણના સંવાદની ઓડીયો કલીપ પણ અગાઉ વાયરલ થઈ હતી. (૩૭.૧૪)

(5:55 pm IST)