Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બનાસકાંઠા-પાટણ જીલ્લામાં નગર પાલીકાની ચુંટણીમાં કોંગ્રેસને ફટકો

બનાસકાંઠાઃ બનાસકાંઠા જીલ્લામાં નગર પાલીકાની ચુંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે અને પ જગ્યાએ તો કોંગ્રેસ ઉમેદવારી પણ નોંધાવી નથી.

બનાસકાંઠા જીલ્લાની પાંથાવાડા સીટ પર ભાજપ બિન હરીફ ચૂંટાયું છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ વિજેતા થયું હતુ. પાંથાવાડા બેઠકના ભાજપના ઉમેદવાર રામુબેન પટેલ વિજેતા થયા હતા. ખોટી રીતે ટિકિટ ફાળવતાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. જિલ્લામાં ૫ જગ્યાએ કોંગ્રેસની ઉમેદવારી નોંધાવી નથી.

પાટણ જિલ્લાના રાધનપુરમાં વિચરતી વિમુકત જાતીને મત આપવાનો અધિકાર મળ્યો છે. વિચરતી જાતિના ૧૫૦૦ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. પાલિકાના વોર્ડ નંબર-૬ માંભાજપની બોડીને જીતાડવા વાદી સમાજે સમર્થન જાહેર કર્યું છે. વાદી સમાજના લોકોની ગણતરી વિચરતી જાતિમાં થાય છે. અને તેમણે ભાજપના ડોકટર દેવજીભાઈને સમર્થન આપતા કોંગ્રેસના ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે.

(7:39 pm IST)