Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગુજરાતમાં પ૦૦ મેગાવોટ સોલાર પ્રોજેકટ માટે ટેન્ડરો મંગાવાયાઃ માર્ચના પ્રથમ સપ્તાહમાં કામગીરી પુરી થશે

નવી દિલ્હી : ગુજરાતે રાજયમાં રિવર્સ ઓકશન મીકેનીઝમ હેઠળ પ૦૦ મેગાવોટના સોલાર પ્રોજેકટ ઉભા કરવા માટે ટેન્ડરો મંગાવ્યા છેઃ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેન્ડરની કામગીરી માર્ચના અંતિમ સપ્તાહ સુધીમાં પુરી કરાશેઃ જુન ર૦૧૭માં પણ ગુજરાતે વિન્ડ અને સોલાર પ્રોજેકટ માટે ટેન્ડરો મંગાવ્યા હતાઃ સોલાર માટે રૂ.ર.૬પ પ્રતિ યુનિટ અને વિન્ડ માટે રૂ.ર.૪૩ના પ્રતિ યુનિટના નીચા ભાવો આવ્યા હતાઃ છેલ્લા ઓકશનમાં ચેન્નાઇ સ્થિત જી.આર.ટી. જવેલર્સે ૯૦ મેગાવોટની ક્ષમતામાં રૂ.ર.૬પનો નીચો ભાવ ભરી ટેન્ડર જીત્યુ હતુઃ જયારે ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી બોર્ડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીએ ૭પ-૭પ મેગાવોટના ટેન્ડરો મેળવ્યા હતાઃ જેમાં પ્રતિ યુનિટ ભાવ ર.૬૬ રાખવામાં આવ્યો હતોઃ બાકીના ર૬૦ મેગાવોટ રૂ.ર.૬૭ પ્રતિ યુનિટના ભાવે એઝુર પાવરે કબ્જે કરેલ હતુ.

 

(3:57 pm IST)