Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સુરતઃ શોરૂમમાંથી દોઢ કરોડની ૪૪૭ ઘડીયાલોની ચોરીઃ તપાસ

રાજકોટ તા. ૧૦: સુરતના પોશ વિસ્તારમાં અઠવા લાઇન વિસ્તારમાં એક ઘડીયાળના શોરૂમમાં તસ્કરોએ ખાબકી દોઢ કરોડની કિંમતના ૪૪૭ ઘડીયાળોની ચોરી થઇ છે.

ઘડીયાળના શોરૂમમાં બે બુકાની બાંધી આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયું છે. ચોરી કરતી વખતે સીસી ટીવીમાં કોઇ બાબતે ઝઘડો કરી રહેલા દેખાઇ આવે છે. તસ્કરોમ રૂ. ૬ લાખ રોકડાની પણ તસ્કરી કરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ૭ ટીમો દોડાવી છે. (૭.૩૬)

(2:54 pm IST)