Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

સાણંદ જીઆઇસીડી છોડવા 150 ઉદ્યોગકારોએ તૈયારી બતાવતા સરકાર સફાળી જાગી :સમસ્યાના ઉકેલની ખાતરી

ઓટો હબ બનાવવા ઉદ્યોગકારો આગળ આવ્યા પરંતુ સરકારે પ્રાથમિક સુવિધા આપી નહીં !

 

સાણંદ ;સાણંદ જીઆઈડીસી છોડવા 150 જેટલા ઉદ્યોગ સાહસિકોએ તૈયારીઓ બતાવતા સરકાર સફાળી જાગી છે અને જીઆઈડીસી ઓથોરિટી સાથે વાટાઘાટો કરવામાં આવી હતી જેમાં . જીઆઈડીસીના અધિકારીઓએ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપતાં ઉદ્યોગ સાહસિકોએ હાલ પૂરતો તેમનો નિર્ણય પડતો મૂક્યો  છે

    સાણંદને ઓટો હબ બનાવવા ઉદ્યોગ સાહસિકો આગળ તો આવ્યા.પરંતુ સરકારે પ્રાથમિક સુવિધાઓ આપી નહીં હોવાનો વસવસો વ્યક્ત કરાઈ રહ્યો છે તેમાં 150 જેટલા ઉદ્યોગ સાહસિકોએ જીઆઈડીસી છોડવાની તૈયારી કરતા સરકારે આળસ ખંખેરી અને ઉદ્યોગ સાહસિકોને મનામણા કરવાનું શરૂ કર્યું છે
   જીઆઈડીસીના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં ઉદ્યોગ સાહસિકોએ ભારે નારાજગી વ્યક્ત કરીને ત્રણ માગો મૂકી હતી પ્લોટોની એલોટમેન્ટ તારીખ બદલી આપવી, સમયગાળામાં વધારો કરી આપવો અને જીઆઈડીસી એસોસિએશન માટે પ્લોટ ફાળવવાની માગ કરી છે. હાલનાં તબ્બકે મેટર કોર્ટમાં ચાલી રહી છે.પરતું  જલદીથી ઓર્ડર કરીને તમામ મુદ્દે સહમતી દાખવવા અધિકારીઓએ તૈયારી બતાવી છે.  
ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે સરકાર મોટી કંપનીઓ અને વિદેશી કંપનીઓ માટે લાલ-જાજમ પાથરે છે અને નાના ઉદ્યોગકારાને સમયમર્યાદાના નામે પેનલ્ટી કરે છે.

(12:48 am IST)