News of Friday, 9th February 2018

ન્યુરોગ્રેસ ૪૪ મિલિયન ડોલર ભંડોળ ઉભુ કરવા માટે ઇચ્છુક

કંપનીને ૧૨ ન્યુરોસાયન્ટીસ્ટ દ્વારા સહાયતાઃ બિટકોઇનની જેમ ઇથેરિયમ એક પ્રકારનું ચલણ છે, તેનું મૂલ્ય ૪૮૧૧૪ : કાઉન્ટફંડિંગથી નાણા ઉભા કરવા તૈયાર

અમદાવાદ,તા. ૯, સ્વિત્ઝર્લેન્ડમાં હેડકવાર્ટર ધરાવતી આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત વિશ્વની જાણીતી સાયન્ટિફિક સોફ્ટવેર કંપની ન્યુરોગ્રેસે બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાઉન્ટફંડિગ મારફતે બે તબક્કા(પ્રી-ટીજીઇ અને ટીજીઇ)માં ૪૪ મિલિયન ડોલર એટલે કે, રૃ.૨૪૨ કરોડનું ભંડોળ ઉભુ કરવાની યોજના બનાવી છે. કંપનીને ૧૨ ન્યુરોસાયન્ટીસ્ટ અને ટેકનોક્રેટ દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. કંપની પ્રી-ટીજીઇ સાથે પ્રથમ તબક્કામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ભારતમાં તા.૧૦ ફેબ્રુઆરીથી તા.૨૫ માર્ચ સુધી ઇનિશીયલ કોઇન ઓફર(આઇસીઓ) લોન્ચ કરી રહી છે. બિટકોઇનની જેમ ઇથેરિયમ પણ એક પ્રકારનું ચલણ છે, જેનું હાલ મૂલ્ય પીસ દીઠ રૃ.૪૮,૧૧૪ છે. તે એથેક્સ ઇન્ડિયા અને કોનકેસ જેવી ક્રિપ્ટોકરન્સીના બદલામાં ખરીદી શકાશે. ન્યુરોગ્રેસના ચીફ ટેકનોલોજી ઓફિસર એલેકઝાન્ડ્ર ઓવચારેન્કોએ જણાવ્યું હતુ કે, ન્યુરોગ્રેસે માનવશરીરની અંદર ન્યુરોસીસ્ટમમાંથી અભ્યાસ કરીને મગજમાંથી પ્રાપ્ત કમાન્ડનો અમલ કરતું સોફ્ટવેર વિકસાવ્યું છે. જે ન્યુરો હેડફોન જેવા ઉપકરણોને નિયંત્રિત કરે છે. તે મગજમાંથી આદેશો મેળવે છે અને બ્લુટુથ જેવી ટેકનોલોજી મારફતે ટ્રાન્સમીટ કરે છે. ન્યુરોગ્રેસએ વિકસાવેલ સોફ્ટવેર કોઇપણ ચીજવસ્તુનું નિયંત્રણ કરવા સક્ષમ છ અને ટેકનોલોજી સાથે માનવીય આદાનપ્રદાન ક્રાંતિ લાવશે. તમામ ઉદ્યોગો દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ન્યુરોટેકનોલોજીના વિકાસ પર અંદાજે એક ટ્રિલિયન ખર્ચ થાય તેવો અંદાજ છે.  તો, રોબોટીક્સ માર્કેટ વધીને વર્ષ ૨૦૨૧ સુધીમાં વધીને ૨૨૮.૫ ડોલર થવાનો અંદાજ છે. પ્રોસ્થેટિક્સ કે એક્સોસ્કેલેટોન બજારની માર્કેટ કેપ ભવિષ્યમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ૯ અબજ થવાનો અંદાજ છે તો, વર્ચુઅલ રિયાલીટી  બજાર વર્ષ ૨૦૨૫ સુધીમા વધીને ૮૭.૫ અબજ ડોલર થશે તેવો અંદાજ છે. તેમણે વધુમાં ઉમેર્યું  હતું કે, બ્લોકચેઇન ટેકનોલોજી મારફતે આધુનિક કંપનીઓ દ્વારા જોખમી મૂડીભંડોળ ઉભુ કરવા પર ભારત સરકારની ચિંતાઓ અસ્થાને છે કારણ કે, ભારતીય રોકાણકારો કેવાયસી નિયમોનું પાલન કરીને જ તેમના નાણાંનું રોકાણ કરે છે. જયારે ચીન ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો ત્યારે સંપૂર્ણ વેપાર હોંગકોંગ ખસેડાયો હતો. બ્લોકચેઇન ટેકનોલોજી મારફતે મૂડીભંડોળ ઉભુ કરવાથી ભારતમાં સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઉભુ કરવા પ્રોત્સાહન આપવાનું અને સરકારના મહ્ત્વાકાંક્ષી સ્ટાર્ટ અપ ઇન્ડિયાના કાર્યક્રમને ઘણો ટેકો મળી રહેશે. આગામી પ્રી ટીજીઇમાં અત્યારસુધીના સબસ્ક્રાઇબર્સ પૈકી ૪૬ ટકા ભારતના છે, જે આગામી પ્રી ટીજીઇમાં તેમનો વધતો જતો રસ દર્શાવે છે.લો સાથે સ્પર્ધા કરી શકશે

(10:06 pm IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • જયપુરના જિલ્લા જજ ગજાનંદ શર્મા લાપતા : સવારથી ઘરેથી ગુમ : રાત સુધી કોઈ પતો નહીં લાગતા પરિવારજનોએ પોલીસમાં રિપોર્ટ કર્યો : પોલીસે કેટલાય સ્થળોએ કરી તપાસ access_time 9:23 am IST