Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

નવસારીના બોરિયાચમાં રહીશના ફાર્મ હાઉસમાંથી ત્રણ મહાકાય અજગર મળી આવતા અફડાતફડી


નવસારી:નાં બોરીયાચ ગામે એક રહીશના ફાર્મ હાઉસમાંથી ત્રણ મહાકાય અજરગર મળી આવતા અફરા તફરી મચી ગઈ હતી.  ત્રણ કલાકની ભારે જહેમત બાદ એક ૧૦ ફૂટ લાંબો અને બે ૮ ફૂટના અજગરોને સીફત પૂર્વક પકડી લઈ વન વિભાગને હવેલા કરાયા હતા. નવસારી નજીકનાં બોરીયાચ ગામે મિતુલસિંહ પ્રતાપસિંહ મેઘાતનું ફાર્મ હાઉસ આવેલું છે. તેઓ પોતાના ફાર્મહાઉસના પાછળના ભાગે મજૂરો પાસે સાફ સફાઈ કામ કરાવતા હતા. દરમ્યાન જુના ગરનાળા પાસે એક મહાકાય અજગર દેખા દેતા મિતુલસિંહ અને મજૂરોમાં ભય વ્યાપી ગયો હતો. અને કામકાજ મૂકીને ત્યાંથી દૂર ખસી ગયા હતા. મિતુલસિંહે નવસારી એનીમલ સેવીંગ ગુ્રપને જાણ કરતા તેઓ ફાર્મ હાઉસ આવ્યા હતા અને એક અજગરને પકડવા જતા એક પછી એક એમ ત્રણ અજગરો દેખા દેતાં ઉપસ્થિત લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને મહાકાય અજગરોને જોતા અફરા તફરી મચી ગઈ હતી. વોલીયન્ટર શ્રેયસ અને હરીશ માલીએ જુના ગરનાળા પાસે ખોદકામ કરી ત્રણ કલાકની ભારે જહેમત બાદ એક દશ ફૂટ લાંબો અને બે સાડા આઠ ફૂટ લંબાઈ ધરાવતા એમ કુલ ત્રણ અજગરોને એક પછી એક સીફતપૂર્વક પકડી લીધા હતા. ત્રણ અજગરો પકડાઈ જતા લોકોએ રાહત અનુભવી હતી. આ ત્રણેય અજગરોને નવસારી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોરીયાચ ગામેથી ઝડપાયેલા ત્રણ અજગરો પૈકી એક મેલ અને બે ફીમેલ છે અને અંદાજે ૮ થી ૧૦ કિગ્રા. વજન ધરાવતા છે.

 

(5:20 pm IST)