News of Friday, 9th February 2018

કરમસદની ટર્મીનલ ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવીને બે શખ્સોને 4 લાખના બનાવટી એનએસસી સર્ટિફિકેટ સાથે દબોચ્યા

વિદ્યાનગર:પોલીસે આજે કરમસદ જવાના રોડ ઉપર આવેલી ટર્મીનલ ચોકડી પાસે વોચ ગોઠવીને બે શખ્સોને લાખની કિંમતના બનાવટી નેશનલ સેવીંગ્સ સર્ટિફિકેટ તથા બનાવટી સીક્કા, પાનકાર્ડ, આધારકાર્ડ, ઈલેક્શન કાર્ડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને પકડાયેલા બન્નેને કોર્ટમાં રજુ કરીને દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક સ્ફોટક વિગતો ખુલવા પામે તેવી શક્યતાઓ જોવાઈ રહી છેપ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે વિદ્યાનગર પોલીસ ટર્મીનલ ચોકડી પાસે વાહનો ચેક કરી રહી હતી ત્યારે સાડા આઠેક વાગ્યાના સુમારે એક સીએનજી રીક્ષા આવી ચઢી હતી જેને અટકાવીને તપાસ કરતાં અંદર એક શખ્સ સુટકેસ લઈને બેઠેલો મળી આવ્યો હતો જેથી શંકા જતાં સુટકેશ ખોલાવીને તપાસ કરતા એક થેલીમાંથી લાખની કિંમતના ૪૦ નેશનલ સેવીંગ્સ સર્ટિફિકેટ, ૧૪ સીક્કા, આધારકાર્ડ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ વગેરે મળી આવ્યું હતુ. જે અંગે પુછપરછ કરતાં ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો જેથી પકડાયેલા બન્નેને રીક્ષા સાથે પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતાં જયંતિ મુલચંદભાઈ ઠક્કર (રે. વિદ્યાનગર)તથા રીક્ષા ચાલક અનશ અબ્દુલરહીમ વોરા (રે. ચીખોદરા)નો હોવાનું ખુલવા પામ્યું હતુ

 

પોલીસે એનએસઈ સર્ટિફિકેટની ખાતરી કરાવતા તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી જયંતિભાઈ ઠક્કરની આકરી પૂછપરછ કરતાં સર્ટિફિકેટ તેમજ મળી આવેલો મુદ્દામાલ વિદ્યાનગર રોડ ઉપર આવેલી હોટલ પાસે રહેતા અમીતભાઈ ભાનુભાઈ પટેલે બનાવી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત બે લાખના એનએસઈ સર્ટિફિકેટ સુરતની ઘોડાદોડ અલ્હાબાદ બેંકમાં રજૂ કરીને .૨૦ લાખની લોન પણ લઈ લીઘી હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે આણંદની કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગણી કરતા કોર્ટે સાત દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન ફરાર થઈ ગયેલા અમિતભાઈ પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રીમાન્ડ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(5:17 pm IST)
  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST