Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભરતસિંહને રાજયસભામાં મોકલી કોંગ્રેસ પ્રમુખ તરીકે નવો ચહેરો લાવવાની શકયતા

રાજયસભાની બીજી બેઠક માટે દીપક બાબરિયાનું નામ ચર્ચામાં

અમદાવાદ તા. ૯: રાજયસભાની ખાલી પડનારી ચાર બેઠકો માટે માર્ચના અંતમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાંથી બે બેઠકો માટે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને એઆઇસીસીના મહામંત્રી દીપક બાબરીયાના નામો ચર્ચામાં છે. ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસની બેઠકો વધતા રાજયસભા માટે પણ કોંગ્રેસની એક બેઠક વધી છે. જયારે બે બેઠક જીતવાની શકયતા ઉજળી બની છે. ગત વિધાનસભામાં કોંગ્રેસની પ૭ બેઠકો હતી જયારે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની બેઠક વધીને ૭૭ થતાં બે બેઠક જીતવાની શકયતા વધી છે એ જોતા કોંગ્રેસ બે ઉમેદવારોએ ઉભા રાખે તેવું શકયતા છે. ગુજરાતમાંથી કુલ ચાર બેઠકો માટે ચુંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી કુલ ચાર બેઠકો માટે ચુંટણી યોજાવાની છે. તે પૈકી બે બેઠકો માટે કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયા નામો જોરશોરથી ચર્ચાઇ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે ચૂંટણી અગાઉ અને ચૂંટણી બાદ પણ ધારાસભ્યો આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યાં છે. આથી જો ભરતસિંહ પાસેથી પ્રમુખ પદ પરત ખેંચી લેવાનું તો તેમનું અપમાન ગણાય. આથી તેમને રાજયસભામાંથી ઉમેદવારી કરાવી માનપુર્વક વિદાય આપી સર્વમાન્ય નેતાને પ્રમુખપદે  બેસાડી કોંગ્રેસને વધુ મજબુત કરવાના પ્રયાસો કરી શકયતા હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે.

(12:02 pm IST)