News of Friday, 9th February 2018

બિટકોઇનઃ ડબ્બા ટ્રેડિંગમાં ગુજરાતના સટોડિયા ધોવાયાઃ રાજકોટના વેપારીએ ૪૦ લાખ ગુમાવ્યા

ભાવ બે મહિનામાં ૭૦ ટકા તુટયાઃ ભાવ ર૦,૦૦૦ ડોલરથી ઘટી ૬૦૦૦ ડોલર

મુંબઇ તા. ૯ : આ ફ્રિકન દેશોમાં ટાઇલ્સની નિકાસ કરતા રાજકોટના બિઝનેસમેનને બે સુપ્તાહમાં રૂ.૪૦ લાખનું નુકસાન વેઠવું પડયું છે. નુકસાનને નિકાસ પોલીસી કે GST સાથે કોઇ સંબંધ નથી, બ્લોકચેઇન કે ક્રિષ્ટોકરન્સીને માંડ સમજનારા આ બિઝનેસમેનને બિટકોઇનમાં મોટો ફટકો પડયયો છે. આ નુકસાન બિટકોઇનના ભાવમા ઘટાડાને કારણે નહીં, ડબ્બા ટ્રેડીંગના કારણે થયું છે

બિટકોઇનના ભાવમાં બે મહિનામાંં ૭૦ ટકાનો કડાકો નોંધાયોછે એક સમયેર૦,૦૦૦ ડોલરની ટોચે પહોંચેલી આ ક્રિપ્ટોકરન્સીનો ભાવ મંગળવારે ૬,૦૦૦ ડોલર થઇ ગયો હતો.

બિટકોઇનની અંધાધૂંધ તેજીને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં મશરૂમની જેમ ડબ્બા ટ્રેડર્સ ફુટી નીકળ્યા છ.ે તેમણે છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીની વધઘટ પર સોદા સ્વીકારવાનું શરૂ કયુંર્ છે. ડબ્બા ટ્રેડિંગ ગ્રે માર્કેટ પ્લેટફોર્મ છે. સામાન્ય રીતે શેર અને કોમોડીટીમાં તેનું ચલણ હોય છ.ે જેમાં બેન્ચમાર્ક તરીકે BSE/NSE કે MCXના ભાવનો ઉપયોગ કરવામાં આવે છે

સુરતથી માંડી મુંબઇના પરંપરાગત ડબ્બા ઓપરેટર્સ બિટકોઇનમાં રોજિંદી વધઘટ સહિત વિવિધ બાબતમાં સટ્ટો સ્વીકારી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ, ટ્રેડર્સ બેન્ચમાર્ક તરીકે દુબઇ અને બ્રિટનના એકસ્ચેન્જિસ પર બિટકોઇનના સરેરાશ ભાવનો ઉપયોગ કરે છે. અને રોકડમાં સટ્ટો સ્વીકારે છે.

ગુજરાતના એક ડબ્બા ટ્રેડર, કેટલાક રોકાણકારો અને તેમના ટેકસ સલાહકારો સાથે વાતચીત કરી હતી, ટ્રેડિંગ પ્રમાણ જાણી શકાયું ન હતું જોકે, ટ્રેડર્સના દાવા પ્રમાણે ભારતના એકસ્ચેન્જિસ પર ક્રિપ્ટોક કરન્સીના કુલ સતાવાર ટ્રડિંગમાં ઓછામાં ઓછો ર૦ ટકા હિસ્સો ડબ્બા ટ્રેડિંગનો છે આ કંપનીઓની તપાસમાં સક્રિય ટેકસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતના ટોપ-૧૦ એકસ્યેન્જિસની કુલ આવક લગભગ રૂ.૪૦,૦૦૦ કરોડ છે. એક ટ્રેડરે જણાવ્યું હતું કે,  F&Oમાં ટ્રેડિંગની જેમ જ ડબ્બા ટ્રેડિંગમાં પણ બિટકોઇનના જુદા જુદા ભાવ પર તેજી મંદિની પોઝીશન ગોઠવી શકાય છે. રોજ સાંજે ૮ વાગ્યા સુધીમાં માર્જિનનું સેટલમેન્ટ થાય છે. અને કેટલાક કિસ્સામાં વધારાના ર૪ કલાકની છુટ મળે છે.'' ડબ્બા ટ્રેડિંગનું તમામ સેટલમેન્ટ રોકડમાં થાય છે. ઓપરેટર્સના દાવા પ્રમાણે તેમણે બ્રિટન કે દુબઇમાં ટ્રેડિંગ એકાઉન્ટ શરૂ કર્યું છે, જયાં ક્રિપ્ટોકરન્સીનું સત્તાવાર ટ્રેડિંગ થાય છે રાજકોટના એક ટ્રેડરે જણાવ્યું હતું કે, ''UK કે દુબાઇનું બેન્ક એકાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ સાથે જોડાયેલું હોય છે.'' સ્થાનિક ડબ્બા ટ્રેડર ભારતીય રોકાણકાર અને વિદેશી સ્ટોક ટ્રેડિંગ બ્રોકિંગ કંપની વચ્ચે સેતુનું કામ કરે છે. સુરતના એક ડબ્બા ટ્રેડરે સમગ્ર પ્રક્રિાયાને સમજાવતા જણાવ્યું હતું કે, ''ભારતમાં સટ્ટો કરનાર વ્યકિત ડબ્બા ઓપરેટરને માર્જિન મની તરીકે રૂ. લાખ આપે છે. જેના આધારે તે બિટકોઇન કેઅન્ય ક્રિપ્ટોકરન્સીમાં રૂ. ૪ લાખ સુધીનો સટ્ટો કરી શકે. નાણાં ચુકવાય અને સટ્ટો સ્વીકારવામાં આવે ત્યારે દુબઇ કે UK ના એકસચન્જ પર સતાવાર ઓર્ડર મુકાય છે.''

ટ્રેડિંગ પેટર્ન

 ટ્રેડર્સ બૈન્યમાર્ક તરીકે દુબાઇ અને બ્રિટનના એકસ્ચેન્જિસ પર બિટકોઇનના સરેરાશ ભાવનો ઉપયોગ કરે છે.

 F&O ટ્રેડીંગની જેમ જ ડબ્બા ટ્રેડિંગમાં પણ બિટકોઇનના જુદા ભાવ પર તેજી કે મંદીની પોઝીશન ગોઠવી શકાય છ.ે

 રોજ સાંજે ૮ વાગ્યા સુધીમાં માર્જિનનું સેટલમેન્ટ થાય છે અને કેટલાક કિસ્સામાં વધારાના ર૪ કલાકની છુટ મળે છે

સટ્ટામાં ધુમ કામકાજ

 બિટકોઇનની અંધાધૂંધ તેજીને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળામાં મશરૂમની જેમ ડબ ટ્રેડર્સ કરી નીકળ્યા.

 ડબ્બા ઓપરેટર્સ છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીની વધઘટ પર સોદા સ્વીકારવાનું શરૂ કયુંર્

 ડબ્બા ટ્રડિંગમાં બેન્યમાર્ક તરીકે BSE/NSE કે MCX ના ભાવનો ઉપયોગ કરાય છે.

(11:55 am IST)
  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • રાજૂલા, જાફરાબાદ અને ટીંબીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો : આસપાસના 10થી વધુ ગામડાંમાં ભૂકંપની અસર જોવા મળી : અનેક વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડી access_time 4:41 pm IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST