Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નવી સરકારની રચના પહેલા જ ચૂંટાયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એક્શનમાં:જીત્યાના બીજા દિવસે લોકસેવામાં જોડાયા

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવા આવેદન

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. રાજ્યમાં પહેલી વખત ભાજપે એટલી ભવ્ય જીત મેળવી છે કે વિરોધ પક્ષને નાબૂદ કરી દીધો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં નવ બેઠકમાંથી ચાર કોંગ્રેસને અને ચાર ભાજપને મળી છે. જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેવારની જીત થઇ છે. 2017માં જિલ્લામાં કોંગ્રેસનો દબદબો હતો. કોંગ્રેસે 6 બેઠક મેળવી હતી. જ્યારે જીગ્નેશ મેવાણીને સમર્થનમાં લઇને 7 બેઠક કબ્જે કરી હતી. જ્યારે ભાજપને માત્ર બે મળી હતી. જ્યારે આ વખતે જિલ્લામાં ભાજપે ચાર બેઠક મેળવી છે અને કોંગ્રેસને પણ ચાર જ મળી છે. જીગ્નેશ મેવાણી વડગામથી સતત બીજીવાર જીત્યા છે.

યુવા નેતા જીગ્નેશ મેવાણીને લઇને લોકોમાં એક વિશ્વાસ દેખાયો હતો. અને તે જીગ્નેશ મેવાણીએ પૂરો કર્યો છે. કારણ કે ગઇ કાલે જીત મેળવ્યા બાદ આજે બીજા જ દિવસે કામ લાગી ગયા છે. પોતાના વિસ્તારના અનેક પ્રશ્નોને વાચા આપવા માટે સરકાર સામે લડતા જોવા મળે છે ત્યારે આજથી જ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કામે લાગી ગયા છે. આજ-રોજ સાંજે 4-૦૦ કલાકે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવા આવેદનપત્ર આપવા માટે જશે.

આવેદનપત્ર પાઠવે તે પહેલા જીગ્નેશ મેવાણીએ જીત બદલ લોકોનો આભાર માન્યો હતો. કહ્યુ હતુ કે વડગામની પ્રજાએ 2017 અને 2022માં મને વિશ્વાસ બતાવ્યો આપ સૌને નતમસ્તક વંદન કરુ છુ.તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારા અને વડગામની પ્રજાનો સહકાર અને પ્રેમના કારણે જીતી શક્યો છુ.આજથી જ 2017ની માફક ફરી મારુ કામ શરૂ કરુ છુ.આપ સૌને આમંત્રણ આપુ છું મને મળવા માંગતા હોય તો પણ અને આંદોલનમાં જોડાવા માંગતા હોય તો પણ આજે પાલનપુર કચેરી ખાતે મળીએ.

(12:17 am IST)