Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર સામે ધરપકડનું વોરંટ

ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેવા ઓર્ડર અપાયો છતાં ટણી પ્રક્રિયામાં કોઈપણ કારણ વગર હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્વારા આ આકરું પગલું

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મોટાભાગના કર્મચારીઓને જુદા-જુદા ગામોમાં કે શહેરોમાં મતદાન મથકો પર ડ્યુટી સોંપવામાં આવી હતી. જેને માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપવામાં આવતા હોય છે. જો કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપ્યા બાદ પણ કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહેતા નથી. જે બાદ ચૂંટણી અધિકારી દ્વારા તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે આવું જ કંઈક રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેજા સાથે થયું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેજા સામે ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા મનિષ ઘામેજાને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેવા ઓડર આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ કારણ વગર હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્વારા આ આકરું પગલું લેવામાં આવ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં તેમને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાનો ઓડર આપવામાં આવ્યો હતો. જેમાં તેઓ હાજર ન હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા તેમના વિરુદ્વ ફરિયાદ કરતા વોરંટ કાઢવામાં આવ્યો છે.

(11:29 pm IST)