Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પાટીલ પરિવારના ભાઈ બહેનની જોડીએ એક  સાથે કરાટેમાં બ્લેક બેલ્ટ ની ડીગ્રી પ્રાપ્ત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડોદરા તરસાલી ખાતે પ્રતિક કરાટે એકેડેમીમાં છેલ્લા સાત વર્ષથી કરાટે નું પ્રશિક્ષણ મેળવી અક્ષર પબ્લિક સ્કૂલ તરસાલીમાં ધોરણ 10માં અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલ 15 વર્ષની ઉંમરે તેમજ ઓક્ઝિલિયન કોન્વેન્ટ હાઈસ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ 12વર્ષની ઉંમરે ઓફિસિયલ એક્ઝામર  હાંસી કલ્પેશ મકવાણા ડાયરેક્ટર એન્ડ ચીફ ઇન્સ્ટ્રક્ટર નિહોન સોટોકેન કરાટે એસોસિએશન જનરલ સેક્રેટરી જાપાન નાઓ પાસે બ્લેક બેલ્ટ(SHO)ની પરીક્ષા આપી ડિગ્રી પાસ કરે આર્યન તેમજ ઝીલ પાટીલ પ્રતીક સિંઘાનિયા સર તેમજ અનુપ સર પાસે પ્રતીક કરાટે એકેડેમીમાં તરસાલી ખાતે ટ્રેનિંગ લે છે આટલી નાની ઉંમરે બંને ભાઈ બેનની જોડી બ્લેક બેલ્ટ બનતા પરિવાર તથા પાટીલ સમાજ તેમજ પોત પોતાની સ્કૂલનું નામ રોશન કરેલ છે આ બંને ભાઈ-બહેનની જોડી જિલ્લા ,રાજ્ય તથા રાષ્ટ્રીય લેવલે કરાટે તેમજ કિક બોક્સિંગમાં 20 થી વધુ ગોલ્ડ, સિલ્વર તેમજ કાસ્ય મેડલ છેલ્લા સાત વર્ષમાં જીતેલ છે તેમના પિતા કલ્પેશ પાટીલ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તેમજ તેઓની માતા રીના પાટીલ બિઝનેસ વુમન છે માતા પિતાએ પણ પોતાની ફરજો   તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી બંને બાળકોને ચેમ્પિયન બનાવવા પૂર્ણ સમય આપેલ છે એક જ પરિવારના બંને ભાઈ બેન બ્લેક બેલ્ટ બનતા જવલ્લેજ જોવા મળે છે આર્યન તેમજ ઝીલ પાટીલને જોઈને ગુજરાતી કહેવત યાદ આવે છે "નબળા મનના માનવીઓને કિનારા કદી જડતા નથી મજબૂત મનના માનવીઓને હિમાલય પણ નડતા નથી

(10:29 pm IST)