Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સુરતમાં એસીબીએ છટકું ગોઠવી બે લાંચિયા કર્મચારીઓને 2.70 લાખની લાંચ લેતા ઝડપ્યા

-આ લાંચિયા કર્મચારીઓએ ડિસ્પ્લે જાહેર ખબર પ્રકાશિત કરવા અરજી રીન્યુઅલ માટે લાંચ માંગી હતી: ACBએ છટકું ગોઠવી વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓની ધરપકડ કરી

સુરતમાં ACBએ ટ્રેપ ગોઠવી બે લાંચિયા કર્મચારીઓ ઝડપી પાડ્યા છે. જેમાં પરમાર કવસિંગ અને સતિશ જાદવ નામના કર્મચારીઓ 2.70 લાખની લાંચ લેતા ઝડપાયા છે. આ લાંચિયા કર્મચારીઓએ ડિસ્પ્લે જાહેર ખબર પ્રકાશિત કરવા અરજી રીન્યુઅલ માટે લાંચ માંગી હતી. આ સમગ્ર મામલે ACBએ છટકું ગોઠવી વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવા પેટે લાંચ લેતા સહાયક માહિતી નિયામક વર્ગ-2, અને જુનિયર કલાર્ક વર્ગ-3 ઝડપાઈ ગયા હતા.

જેમાં આરોપી કવસિંગ જાલાભાઈ પરમાર અને સતિષભાઈ દયારામ જાદવએ 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવી હતી. જેની બાદ લાંચ આપનારે એસીબીમાં ફરિયાદ કરી હતી. તેમજ તેની બાદ એસીબીએ આ અંગે છટકું ગોઠવીને આરોપીને રંગે હાથે ઝડપી લીધા હતા. એસીબીની ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:19 pm IST)