Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વડોદરામાં ઠંડીનું જોર વધ્યું:તાપમાન 17 ડિગ્રી નોંધાયું

વડોદરા: રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર સહિત જિલ્લામાં દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ન્યુનત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં ઠંડીનો પારો 3.4 ડિગ્રી ગગડતા આગામી દિવસોમાં હાડ થિજાવતી ઠંડીના એંધાણ વર્તાયા છે. 

રાજ્યમાં કાતિલ ઠંડીના દિવસો આવી ગયા છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાનું છે. છેલ્લા ત્રણ દિવસથી  વડોદરા શહેર સહિત રાજ્યમાં ગરમીના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો 20.6 ડિગ્રીથી ગગડી 17.2 ડિગ્રી પહોંચ્યો છે.  તો બીજીતરફ વડોદરા સહિત રાજ્યભરના વાતાવરણમાં ઠંડીનો અનુભવ થયો છે. આવા ખુશનુમય વાતાવરણ વચ્ચે નગરજનો ગુલાબી ઠંડીનો આનંદ લેતા જોવા મળ્યા હતા. ગાર્ડનમાં  વહેલી સવારે લોકોની ભીડ જોવા મળે છે. પરિવાર અને મિત્રો સાથે લોકો વોકિંગ, સાઈકલિંગક, એક્સરસાઇઝ, યોગા સાથે ઠંડીનો આનંદ માણી રહ્યાં છે. તબીબો કહે છે કે, ઠંડીમાં શરીરને ફીટ રાખવા અવનવી એક્સસાઇઝ સાથે હેલ્દી ખોરાક લેવો જોઈએ. ઠંડીમાં વધુ એક્સરસાઇઝ કરવી જોઈએ.

(5:34 pm IST)