Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નવી સરકારમાં કોને કોને મંત્રી પદ ? નામ વહેતા

શંકર ચૌધરી, કિરીટસિંહ, રમણ વોરા, હર્ષ સંઘવી, કિરીટ પટેલ, ડો. પાયલ કુકરાણી, જયેશ રાદડિયા, ભાનુબેન, બાલકૃષ્‍ણ શુકલ, શંભુપ્રસાદ ટુંડિયા, હીરાભાઇ સોલંકી, મૂળુભાઇ, અલ્‍પેશ ઠાકોર વગેરેને મંત્રી પદ મળવાની શક્‍યતા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯ : ગુજરાતમાં ૧૫મી વિધાનસભાની શરૂઆત થઇ છે. ગઇકાલે ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીની જીત થઇ ગઇ.

ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠક મળશે જે બેઠકમાં પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. વિધિવત રીતે મુખ્‍યમંત્રીનો તાજ ભૂપેન્‍દ્રભાઇ પટેલના શિરે રહેશે.

આ નેતાની પસંદગી પછી નામદાર રાજ્‍યપાલશ્રીને શપથવિધિ માટે સત્તાવાર પત્ર આપવામાં આવશે.

નવી સરકારના સંભવિત મંત્રીઓની પ્રાથમિક વિગતો જોઇએ તો આ મુજબ છે.

(૧) ભૂપેન્‍દ્રભાઇ પટેલ (મુખ્‍યમંત્રી)

(ર) કિરીટસિંહ રાણા

(૩) ત્રિકમ છાંગા (કચ્‍છ)

(૪) શંકરભાઇ ચૌધરી (બનાસકાંઠા)

(૫) કેશાજી ચૌહાણ (દિયોદર)

(૬) કિરીટભાઇ પટેલ (ઉંઝા)

(૭) રમણભાઇ વોરા (ઇડર)

(૮) અલ્‍પેશ ઠાકોર (ગાંધીનગર દ.)

(૯) અમિત ઠાકર (અમદાવાદ)

(૧૦) જગદીશ પંચાલ (નિકોલ)

(૧૧) હર્ષ સંઘવી (સુરત)

(૧૨) ડો. પાયલ કુકરાણી (નરોડા)

(૧૩) કૌશિક જૈન (દરિયાપુર)

(૧૪) કાંતિ અમૃતિયા (મોરબી)

(૧૫) ભાનુબેન બાબરીયા (રાજકોટ

(૧૬) હિરાભાઇ સોલંકી (સાવરકુંડલા)

(૧૭) જયેશ રાદડિયા (જેતપુર)

(૧૮) દિવ્‍યેશ અકબરી (જામનગર)

(૧૯) મૂળુભાઇ બેરા (દ્વારકા)

(૨૦) કૌશિક વેકરીયા (અમરેલી)

(૨૧) શંભુભાઇ ટુંડિયા (ગઢડા)

(૨૨) કમલેશ પટેલ (પેટલાદ)

(૨૩) સી.કે.રાઉલજી (ગોધરા)

(3:23 pm IST)