Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

૧૮૨ વિજેતામાંથી સૌથી વધુ પાટીદાર સમાજનાઃ ૧ મુસ્‍લિમ વિજેતા

૨૬ લેઉઆ પાટીદાર, ૨૦ કડવા પાટીદાર વિજેતા ૨૭ આદિવાસી સમાજના જીત્‍યા : ૨૨ ક્ષત્રિય ઠાકોર, ૧૫ ક્ષત્રિય સમાજના વિજેતાઃ ૧૪ કોળી, ૧૩ SC, ૧૧ બ્રાહ્મણ જીત્‍યા

નવી દિલ્‍હી,તા. ૯ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલાં જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્‍કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે ૩ નવેમ્‍બરે ચૂંટણી જાહેર કરતાં આતુરતાનો અંત આવ્‍યો હતો. જેવું પીએમ મોદીએ કહ્યું હતું તેવું જ થયું. ગુજરાતમાં ભાજપને છેલ્લા ૩૭ વર્ષ સહિતના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે. સત્તામાં તો ભાજપ ૨૭ વર્ષથી છે પરંતુ ૧૯૮૫માં કોંગ્રેસે ૧૪૯ બેઠક હાંસલ કરી હતી તે રેકોર્ડ ધ્‍વસ્‍ત કરવાનું સપનું બાકી હતું. અબ કી બાર તે પણ પૂર્ણ થઈ ગયું છે. ૧૫૦થી વધુ બેઠક મેળવી ભાજપ તમામ વિપક્ષી પાર્ટીઓને ચિત્ત કરી નાંખી છે. ગુજરાત મોદી મય બની ગયું અને કેસરીયા કેસરિયા થઈ ગયું છે.

ભાજપે માત્ર સૌથી વધુ બેઠકો જ જીતી નહીં પરંતુ આ વખતે ભાજપે બમ્‍પર વોટ પણ મેળવ્‍યા હતા. પહેલીવાર ભાજપને ૫૦ ટકાથી વધુ મત મળ્‍યા છે. આ વખતે ભાજપને ૫૩ ટકાથી વધુ મત મળતા જીત પણ દમદાર બની ગઈ છે. ગુજરાત ભાજપની જોરદાર જીતની પાછળ મોદીનો આભાર માન્‍યો હતો. પીએમ મોદીની વિકાસની રાજનીતિ અને અને ગુજરાતીઓનો પ્રેમે ભાજપને બમ્‍પર જીત મળી. ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે, ગુજરાતના દિલમાં તો મોદી જ છે. મોદી તો તો બધું જ શક્‍ય છે એટલે જ આમ આદમી પાર્ટીની હાલત ગાજયા મેઘ વરસ્‍યા નહીં જેવી હાલત થઈ ગઈ. તો કોંગ્રેસના અસ્‍તિત્‍વ પર જ સવાલ ઉભા થઈ ગયા ૧૯૯૦ બાદ સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્‍યું. પરંતુ આપને ૧૨ ટકા મત મળતા આપ રાષ્ટ્રીય પાર્ટી જરૂર બની ગઈ.

એટલું જ નહીં ભાજપના વાવાઝોડામાં અને મોદી લહેરમાં કોંગ્રેસ એવી ફંગોળાઈ ગઈ કે, કોંગ્રેસના ૪૪ ઉમેદવારો તો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્‍યા. જયારે આપના ૧૪૪ ઉમેદવારો ડિપોઝિટ ન બચાવી શક્‍યા. મધ્‍ય ગુજરાતની ૬૧માંથી ૫૫ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ઉત્તર ગુજરાતની ૩૨માંથી ૨૨ બેઠક પર ભાજપની ભવ્‍ય જીત છે. સૌરાષ્ટ્રની ૫૪માંથી ૪૬ બેઠકો પર ભગવો લહેરાયો અને દક્ષિણ ગુજરાતની ૩૫માંથી ૩૩ બઠેકો જીતી તમામ ઐતિહાસિક વિજય મેળવ્‍યો. ભાજપના નવા ૬૮ ચહેરાઓમાંથી ૭ હાર્યા, કોંગ્રેસના ૩૦ નવા ચહેરામાંથી માત્ર એકને જ સીટ મળી છે.

સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧૦ ઉમેદવારમાંથી ૮ની જીત થઈ છે. જયારે સૌથી નાની ઉંમરના ૧૦ ઉમેદવારોમાંથી માત્ર ૫ની જીત થઈ છે અને ૫ને તો રાજકારણમાં જ એન્‍ટ્રી મળી નથી. જયારે પીઢ અને સૌથી મોટી ઉંમરના ૧૦ ઉમેદવારોમાંથી ૮ની જીત થઈ છે અને ૨ને હવે લોકોએ જાણે નિવૃત્ત કરી દીધા હોય તેવો માહોલ સર્જાયો છે. તો ૨૦ બળવાખોરમાંથી માત્ર ત્રણને જ બળવાખોરી ‘ફળી'! મધુ શ્રીવાસ્‍ત્‍વ સહિત ૧૪ નેતાને તો કારમી હાર મળી, ત્રણે આપી જોરદાર ટક્કર. બીજી તરફ મોદીના પ્રચંડ વાવાઝોડામાં કેટલાય રેકોર્ડ તૂટ્‍યા. આઝાદી બાદ ક્‍યારેય ભાજપે ન જીતેલી બેઠકો જેવી કે માંડવી, તાપી-વ્‍યારા, બોરસદમાં ભગવો લહેરાયો. (૨૨.૨)

૨૦૨૨ના જીતમાં કેટલા ઉમેદવાર કઈ જ્ઞાતિના જીત્‍યા તેની વાત કરીએ તો...

જ્જ ૧૮૨માંથી ૪૬ વિજેતાઓ પાટીદાર સમાજના

જ્જ ૨૬ લેઉઆ પાટીદાર, ૨૦ કડવા પાટીદાર વિજેતા

જ્જ ૨૭ આદિવાસી સમાજના વિજેતા

જ્જ ૨૨ ક્ષત્રિય ઠાકોર, ૧૫ ક્ષત્રિય સમાજના વિજેતા

જ્જ ૧૪ કોળી, ૧૩ SC, ૧૧ બ્રાહ્મ ણ વિજેતા

જ્જ અન્‍ય OBCની ૧૧, આહીર સમાજના ૭ વિજેતા

જ્જ ૭ વાણિયા, ૪ કોળી પટેલ, ૧ મુસ્‍લિમ વિજેતા

જ્જ ૨ ચૌધરી સમાજના, ૭ અન્‍ય સમાજના વિજેતા

(10:47 am IST)