Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ચાર સાધુ-મહંતોમાંથી બેનો વિજય જ્‍યારે બેનો પરાજય

વિધાનસભમાં સાધુ-મહંત જોવા મળશે : ભાજપના ડીકે સ્‍વામીએ જંબુસરથી, શંભુનાથ ટુંડિયાએ ગઢડાથી વિજય મેળવ્‍યો

નવી દિલ્‍હી, તા.૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૬૨૧ ઉમેદવારો ઉતર્યા હતા અને તેમાં ચાર સાધુ-મહંતનો પણ સમાવેશ થાય છે. આ પૈકી જંબુસરથી ડીકે સ્‍વામી અને ગઢડાથી મહંત શંભુનાથ ટુંડિયા જ જીતવામાં સફળ રહ્યા છે.

જંબુસરથી ભાજપના ઉમેદવાર દેવકિશોરદાસજી ભક્‍તિસ્‍વરળપદાસજી સ્‍વામી (ડીકે સ્‍વામી)ને ૯૧૫૩૩ મત મળ્‍યા હતા જ્‍યારે કોંગ્રેસના સંજય સોલંકી ૬૪૧૫૩ મત મેળવી શકયા હતા. આમ, ડીકે સ્‍વામીનો ૨૭૩૮૦ મતથી વિજય મેળવ્‍યો હતો. ડીકે સ્‍વામીનો વોટ શેર ૫૫.૭૪ ટકાનો રહ્યો હતો જ્‍યારે આ બેઠકમાં ૨૨૭૩ નોટાના વિકલ્‍પ પર પસંદગી ઉતારી હતી. ગઢડાથી ભાજપના ઉમેદવાર મંહત શંભુનાથ ટુંડિયાનો ૩૪૪૮૭ મતથી વિજય થયો હતો. તેમને કુલ ૬૪૩૮૬ જ્‍યારે કોંગ્રેસના જગદીશ ચાવડાને ૨૯૮૯૯ મત મળ્‍યા હતા.

ચાણસ્‍મા બેઠકથી ગુજરાત નવ  નિર્માણ સેનાના શિવાનંદજી સરસ્‍વતીને માત્ર ૫૭૬ મત મળ્‍યા હતા. રાધનપુરથી ગુજરાત નવ નિર્માણ સેનાના ઉમેદવાર સાધુ દેવેન્‍દ્રકુમાર સિતારામદાસ માત્ર ૧૧૫૨ મત મેળવી શકયા હતા.

(10:18 am IST)