Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

વડોદરા શહેરની પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર :આપના ઉમેદવારોએ 10 હજારથી વધુ મત મેળવ્યા

ભાજપના તમામ ઉમેદવારો જંગી લીડ સાથે ચૂંટણી જીત્યા હોવાથી આપ ઉમેદવારોને મળેલા મતો નિર્ણાયક નહીં

વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વધારે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. વડોદરા શહેરની તમામ પાંચ બેઠકો પર આમ તો ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ રહ્યો હતો. આમ છતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દરેક બેઠક પર ૧૦૦૦૦ કરતા વધારે મત મેળવ્યા હતા.

 ભાજપના ફૂંકાયેલા વાવાઝોડામાં શહેરની પાંચે બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો જંગી લીડ સાથે ચૂંટણી જીત્યા હોવાથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળેલા મતો નિર્ણાયક સાબિત થઈ શક્યા નહોતા.

 વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી વડોદરા શહેર વાડી( સિટી)ની બેઠક પર આપના ઉમેદવારને સૌથી વધારે ૧૫૯૦૨ મત મળ્યા હતા.આ જ રીતે સયાજીગંજ બેઠક પર આપના ઉમેદવારને ૧૩૦૮૦ મત મળ્યા હતા. જ્યારે રાવપુરા બેઠકના ઉમેદવારને ૧૦૪૩૭ ,અકોટા બેઠકના ઉમેદવારને ૧૦૦૧૮ અને માંજલપુર બેઠકના ઉમેદવારને ૧૧૦૨૧ મત મળ્યા હતા.

(12:55 am IST)