Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠકો પર ભાજપની જીત :વિજાપુર બેઠકમાં કોંગ્રેસનો વિજય

વિસનગરમાં ઋષિકેશ પટેલ ,કડીમાં કરશન સોલંકી,મહેસાણા બેઠક પર મુકેશ પટેલ જીત્યા

અમદાવાદ :મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાંથી 6 બેઠકો પર ભાજપની જીત થઇ છે જયારે વિજાપુર બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે

ઉંઝા બેઠકનું પરિણામ સામે આવી ચૂક્યું છે. જ્યાં કિરીટ ભાઈ પટેલની જંગી મતે જીત થઈ છે. વિજાપુર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. બહુચરાજીમાં ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે. ખેરાલુમાં સરદારભાઈ ચૌધરીની જીત થઈ છે. વિસનગરમાં ઋષિકેશ પટેલનો 34405 મતોના માર્જીનથી ભવ્ય વિજય થયો છે. કડીમાં પણ ભાજપના ઉમેદવાર કરશન સોલંકી 28,194 મતોથી જીત્યાં છે. મહેસાણા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ 45,794 મતોથી જીત્યા છે.

(12:40 am IST)