Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ભાજપના 40 ઉમેદવારો 50 હજાર કરતા વધુ મતે જીત્યા: કોંગ્રેસ અને એ ના સૂપડા સાફ કરી નાખ્યા

અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પુર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસ્ક્રોઈ, ગણદેવી, નડીયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ સહિતની સીટ ર ભવ્ય વિજય :આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડુલ થઈ ગઈ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જલવો જોવા મળ્યો છે. ભાજપના 40 ઉમેદવારો તો 50 હજાર કરતા વધુ મતે જીત્યા છે. એટલે કે ભાજપે વિપક્ષી પાર્ટીઓના સુપડા સાફ કરી નાખ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડુલ થઈ ગઈ છે. 

અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પુર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસ્ક્રોઈ, ગણદેવી, નડીયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લીંબાયત, માંગરોળ(સુરત), મણીનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઊંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વીરમગામ, વઢવાણ સીટ પર ભાજપના ઉમેદવારો 50 હજારથી વધુ મતે જીત્યા છે. 

(10:07 pm IST)