Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ડેડીયાપાડા તાલુકાના મોહબી ગામના આધેડ દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોહબી ગામના એક આધેડ વ્યક્તિ એ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે
 મળતી માહિતી અનુસાર ખાહલીયાભાઇ રામજીભાઇ વસાવા ઉ,વ,૫૬ રહે, મોજે-મોહબી પટેલ ફળિયું તા.ડેડીયાપાડા જી,નર્મદાનાને પોતાના પરિવારજનો ખેતર માં કામકાજમાં મદદ કરતાં ન હોય જેથી મન દૂ:ખ થતાં પોતે પોતાના ઘરમાં ગઈ તા.૦૭/૧૨/૨૦૨૧ ના રોજ ખેતરમાં છાટવાની ઝેરી દવા પોતે પી જતાં તેમને તેમના પારિવારજનો પ્રથમ સારવાર સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે કરાવી ત્યાથી સરકારી હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર માટે દાખલ કરેલ ત્યારબાદ વધુ સારવાર માટે તા.૦૮/૧૨/૨૦૨૧ ના રોજ વડોદરા SSG હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરેલ જ્યાં તા.૦૮/૧૨/૨૦૨૧ ના કલાક-૧૦/૦૫ વાગે સારવાર દરમ્યાન તેમનું મોત થતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:04 pm IST)