Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજપીપળા નગરપાલિકા દ્વારા સોનિવાડમાં પાણીનો નવો બોર ચાલુ થતા લોકોની મુશ્કેલીનો અંત આવ્યો

ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા બાદ પાલિકા પ્રમુખે આવા અનેક વિસ્તારોમાં બોર માટેનું આયોજન કરતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ઘણા વર્ષોથી તકલીફ હતી અને આવા વિસ્તારના રહીશો આ બાબતે રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ અંત આવ્યો ન હતો ત્યારબાદ હાલમાં પાલિકા પ્રમુખ તરીકે સુકાન સંભાળતા કુલદીપસિંહ ગોહિલે શહેરની આવી ગંભીર સમસ્યાઓ બાબતે બીડું ઝડપી જ્યાં જ્યાં આવી તકલીફો હતી ત્યાં નવા બોર બનાવવા તજવીજ હાથ ધરી જેતે વિસ્તારના કોર્પોરેટર સાથે ચર્ચા કરી કેટલીક જગ્યાઓ પર નવા બોર બનાવ્યા જેમાં હાલ સોનિવાડ વિસ્તારમાં બનેલો નવો બોર શરૂ થતાં વર્ષોથી તકલીફ વેઠી રહેલા સ્થાનિકોને મોટી રાહત મળી હતી ત્યારે કુલદીપસિંહ ગોહિલ,સ્થાનિક કોર્પોરેટર ગિરિરાજસિંહ ખેર,આશિષ ભાઈ ડબગર,કાજલબેન પટેલ,કિંજલબેન તડવી ના પ્રયાસો થી હાલમાં સોનિવાડ વિઠ્ઠલનાથજી મંદિર વિસ્તારમાં બનેલા નવા બોર થી સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

(11:04 pm IST)