Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વાડી ગામની કેનાલ પાસે મો.સા.પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડતી કેવડિયા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના વાડી ગામની કેનાલ પાસેથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને કેવડિયા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા પોલીસે બાતમીના આધારે વાડી કેનાલ પાસે વોચ રાખતા મો.સા પર ગે.કા એક કંતાનના કોથળામા વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાર્ટર નંગ ૩૬૬ કી.રૂ.૩૬,૬૦૦ તથા મો.સા કી.રૂ.૨૦,૦૦૦ તેમજ મોબાઇલ કી.રૂ.૫૦૦૦ મળી કી.રૂ.૬૧,૬૦૦ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે લાવી પોલીસની નાકાબંધી દરમ્યાન બે પૈકી કેમાભાઇ ભંગીયાભાઇ વસાવા (રહે જંતર તા.ગરુડેશ્વર )તથા રમેશભાઇ જહાંગીયાભાઇ વસાવે( રહે અટ્ટી તા.ધડગાંવ જી.નંદુરબાર, મહારાષ્ટ્ર )નાઓ ને પકડી આ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:00 pm IST)