Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સુરતમાં અડાજણની શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત : એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ

વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ કરાયું

સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે. 

મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા. 

(10:19 pm IST)