Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ધોલેરાના હેબતપુર ખાતે શ્રી મોમાઈ માતાજી મઢ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : પૂર્વ કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ના હેબતપુર ગામે માલધારી સમાજના કાનમિયા પરીવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મઢના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા પધાર્યા અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ધોલેરા તાલુકા ભાજપ મંડલ મહામંત્રી પધ્યુમનસિંહ (પદુભા) ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ, ધોલેરા APMC ડીરેકટર પ્રતાપસિંહ ચુડાસમા, ચીફ સેક્રેટરી ગુજરાત ફુટબોલ અશોશિયેસ મુળરાજસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શંકરભાઈ હપાણી,  મંડલ ઉપપ્રમુખ મૌબતસંગભાઈ નકુમ, મંડલ માલધારી મોર્ચા પ્રમુખ  રણછોડભાઈ કાનમિયા, ધંધુકા વિધાનસભા આઈ. ટી. સહ ઈન્ચાર્જ  પરેશભાઈ હપાણી, કાનમિયા પરીવારના આગેવાનો, .  રાજેશભાઈ કાનમિયા, મંડલ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો , પદાધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(6:41 pm IST)