Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વડોદરાના સુભાનપુરા વિસ્તારમા પરણિત હોવાનું છુપાવી યુવાને મહિલા સાથે લગ્ન કરી 29.56 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા છૂટાછેડા બાદ અમદાવાદ ખાતે આવેલી ખાનગી એડવર્ટાઇઝીંગ કંપનીમાં નોકરી કરતા હતી. તે સમયે ગ્રાહક ભાવિન પરીખ ( રહે -  મેઘાનગર , વાઘોડિયા રોડ ) સાથે સંપર્ક થયો હતો.  ભાવિન પરીખ અને ફરિયાદી બંનેના છુટાછેડા થયા હોય લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અને વર્ષ 2014 દરમિયાન અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. જે દરમિયાન સંતાનમાં એક દીકરો જન્મ્યો હતો. લગ્ન બાદ પતિની માતા તથા બહેન શારીરિક તથા માનસિક ત્રાસ આપી પતિ-પત્ની વચ્ચે  કંકાસ ઉભી કરતા હતા. ભાવીને સયાજીગંજ કાલાઘોડા સર્કલ ખાતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ શરૂ કરી પત્નીના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે રૂપિયા ઉપાડી , કાર ખરીદી અને પત્નીના ઘરેણા ગીરવે મૂકી નાણા પોતાના અંગત ખર્ચ તથા બિઝનેસમાં વાપરી નાખ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બેન્કમાંથી કર્મચારીઓ ઉઘરાણી માટે ઘરે પહોંચતાં પત્નીને જાણવા મળ્યું હતું કે તેના પતિએ જાણ બહાર રૂપિયા ખર્ચી નાખ્યા છે. જે બાબતે પતિએ જણાવ્યું હતું કે ,ધંધામાં ખોટ ગઈ છે .બાકીના રૂપિયા અંગત કામમાં વપરાઈ ગયા છે. હાલ મારી પાસે રૂપિયા નથી. જેથી  પિયરમાં જઈ સહિયારી મિલકત પર મોર્ગેજ લોન લઈને દેવું ચૂકતે કરી દઈએ. અને તે લોનના હપ્તા લ હું પોતે રેગ્યુલર ચૂકવી દઈશ . પત્નીએ પતિની વાત પર ભરોસો મૂકી પિયરના મકાન ઉપર 15 લાખની લોન મેળવી હતી. લોન મેળવ્યા બાદ પતિએ માત્ર 08  હપ્તા ભર્યા હતા. ત્યારબાદ કોઈ હપ્તા ન ભરી લોનના રૂપિયા અંગત ખર્ચામાં વાપરી નાખ્યા હતા . આમ પત્નીના માથે 2.56 લાખનું દેવું કરી હાથ અધ્ધર કર્યા હતા.  પત્નીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ,પતિએ અગાઉની પત્નીને છૂટાછેડા આપ્યા નથી.  અને તેણે પણ પતિ ભાવિન વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકે છેતરપિંડી, સ્ત્રી અત્યાચાર ની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

(5:29 pm IST)