Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સુરત:કેનેડા નોકરી અપાવવાના બહાને મિત્રએ પત્ની સાથે મળી યુવક પાસેથી 4.50 લાખ પડાવી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢના જામકાગીરના યુવાનને કેનેડામાં નોકરી અપાવવાના બહાને હાલ કેનેડામાં રહેતા ગામના જ મિત્ર અને સુરત રહેતી તેની પત્નીએ રૂ.4.50 લાખ પડાવી લઈ બોગસ LIMA ( લેબર માર્કેટ ઈમ્પેકટ એસેસમેન્ટ ) લેટર મોકલ્યો હતો. યુવાને લેટર બોગસ હોવાનું જણાવતા દંપત્તિએ પુરવાર કરવા ચેલેન્જ કરી ફાઈલ પ્રોસેસના બીજા રૂ.3.50 લાખ માંગતા છેવટે યુવાને દંપત્તિ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના જામકાગીરનો વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં રુસ્તમબાગ શિવ કોમ્પલેક્ષ બી/102 માં રહેતો 24 વર્ષીય કેવલ ચંદુભાઇ ઠુમર કતારગામ ગોટાલાવાડી અમેજીંગ આર્ટસ કંપનીમાં ટેકનીશ્યન તરીકે નોકરી કરે છે. તે વતનમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગામમાં જ રહેતો અંકિત કિશોરભાઇ ઢાકેચા ( રહે. મોટી પરબડી, તા.ધોરાજી, જી.રાજકોટ ) તેની સાથે ભણતો હોય બંનેને મિત્રતા હતી. કેવલ ભણતર પૂરું કરી સુરત આવી સ્થાયી થયો હતો જયારે અંકિત નોકરી કરવા કેનેડા ગયો હતો. બંને સોશ્યલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હોય ત્રણ વર્ષ અગાઉ અંકિતે કેવલને મારા લાયક કોઈ કામ હોય તો જણાવવા કહ્યું હતું. દરમિયાન, ગત 9 સપ્ટેમ્બરના રોજ અંકિતે કેવલને ફેસબુક મેસેન્જર પર જણાવ્યું હતું કે મારો મિત્ર હિરેન પટેલ કેનેડા બ્રિટીશ કોલંબીયા વેંગ ઓવરમાં કન્વેશન અને ગ્રોસરી સ્ટોર ચલાવે છે. તેમાં તને નોકરી અપાવી દઈશ. મિત્ર મિલન રૈયાણીની ફાઈલ પ્રોસેસમાં છે.

(5:26 pm IST)