Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ડિંડોલી પોલીસે ઝડપી પાડયો

સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં દશ મહિના અગાઉ 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી તેને બદનામ કરવાની ધમકી આપી અવારનવાર હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા બાદ વતન બિહાર ભાગી છૂટેલા પ્રેમીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ સુરતમાં ડિંડોલી રોડ વેંદાત સ્કુલની સામે અંબિકા રો હાઉસ ઘર નં.11 માં રહેતા બિટ્ટુ વિનયભાઈ મિશ્રાએ દશ મહિના અગાઉ તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તે તરુણીને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી અવારનવાર હોટલમાં લઈ યો હતો અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન, ગત 10 નવેમ્બરના રોજ બિટ્ટુ અચાનક વતન બિહાર ભાગી ગયો હતો.

આ અંગે તરુણીએ પોતાના પરિવારને જાણ કરતા આખરે તેમણે ડિંડોલી પોલીસ મથકમાં બિટ્ટુ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બિટ્ટુની શોધખોળ હાથ ધરી ગતરોજ તેને ઝડપી લીધો હતો. 20 વર્ષનો બિટ્ટુ હાલ બેકાર છે.

(5:25 pm IST)