Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

બાયડની શ્રીજી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચાર લાખની મતા ચોરી છુમંતર

બાયડ:શહેરમાં આવેલા શ્રીજી સોસાયટીમાં કોઈ શખ્સો મકાનને ટાર્ગેટ બનાવીને દરવાજાનું તાળંુ તોડી અંદર પ્રવેશ કરી ને શુટકેશમાં મુકેલા દાગીના તથા રોકડ રકમ સહિત ચાર લાખની મતાની ચોરી થઇ હતી. વિક્રમસિંહ દિપસિંહ ગોહિલ માહિતી અનુસાર સોમવારના દિવસના સુમારે લુણાવાડા ખાતે સામાજીક પ્રસંગે ગયો હતો ત્યારે બાયડ ખાતે શ્રીજી સોસાયટીમાં રહેતા પાડોશી જણાવ્યું હતું કે તમારા મકાનમાં કોઈ શખ્સો ચોરી કરી ને પલાયન થઈ ગયા હતા જયારે મંગળવારના રાત્રીના સમય દરમિયાન કોઈ ચોર ઈસમો ૩૫ હજાર રોકડ રકમ, સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી હતી બુધવારના સવારના સુમારે શ્રીજી સોસાયટી મા ઘરે આવતા દરવાજાનો તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરીને અંદર મુકેલા શુટકેશમાં રોકડ રકમ, દાગીના અંદાજીત ચાર લાખનો મુદ્દામાલ ચોરી થવા પામી હતી. હાલના સંજોગોમાં લગ્ન સિઝન મૌસમ ખીલી ઉઠી છે. મકાન માલીકો લગ્ન જવાથી ઘરે તાળા માડી ને ચોરો ને મકાન ઉપર ટાર્ગેટ કરતા હોય છે. જયારે બાયડ નગરમાં જો પોલીસ માત્ર કાગળ ઉપર જ પેટ્રોલીંગ કરતી હોય છે. બાયડ પોલીસ સ્ટેશને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ હજુ સુધી પોલીસે ગુનો નોંધયો ન હતો.

(5:20 pm IST)