Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગુજરાતમાં પહેલીવાર શરૂ થશે પ૦ રેસિડેન્ટ સ્કૂલ ટોપર્સને મળશે પ્રવેશ મફત : ભણાવશે સરકાર

સૌપ્રથમવાર શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગ હાથ ધરાશે : કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇઃ ડિસેમ્બરના અંત સુધીમાં શાળાઓ શરૂ થવાની શકયતાઓ

ગાંધીનગર, તા.૯ : ગુજરાતમાં સૌપ્રથમવાર શૈક્ષણિક ક્ષેત્રે એક નવતર પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં સમગ્ર રાજ્યમાં ૫૦ જેટલી રહેણાંક શાળાઓ શરૂ કરવામાં આવનાર છે. આ મુદ્દે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે શિક્ષણ વિભાગની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ડિસેમ્બરના અંત સુધીમાં આ શાળાનો શરૂ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ માટે વાયબ્રન્ટ સમિટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે MOU પણ કરવામાં આવશે.

રેસિડેન્ટ શાળાઓમાં દર વર્ષે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ આપવામાં આવશે, આ શાળામાં ધો.૧થી ૫ના માત્ર ટોપર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે આમ કુલ  ૫૦ શાળાઓમાં ૧ લાખ વિદ્યાર્થીઓને સરકાર નિૅંશુલ્ક શિક્ષણ આપશે, જો કે આ શાળા શરૂ થતા એક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર પર રૂપિયા ૬૦ હજારનો બોજો પડશે. જેને લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ દર્શાવી છે.

મહત્વનું છે કે રાજ્યમાં ગુણવત્તસભર શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પણ ગુણોત્સવના અનેક કાર્યક્રમ યોજતી હોય છે, જેમાં  પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવતી હોય છે ત્યારે શિક્ષણક્ષેત્રે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે જેને લઈને રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે.

(3:58 pm IST)