Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

શું ખાવું-પીવું એ કોર્પોરેશન નકકી કરશે?: હાઇકોર્ટે અમદાવાદ મ.ન.પા.નો ઉઘડો લીધો

ઇંડા-નોનવેજની લારીઓ હટાવવાના મુદે અરજન્ટ નોટીસ ઇસ્યુ કરી

અમદાવાદ તા. ૯ :.. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો ઉઘડો લીધો છે. જેમાં ઇંડા, નોનવેજની લારીઓ મુદ્ે ઝાટકણી કાઢી છે. તેમાં દબાણના નામે લારી ઉપાડવા મુદ્ે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે લોકો શું ખાશે એ કોર્પોરેશન નકકી કરશે...? ખાવા - પીવામાં સત્તા પક્ષના વિચારો આધીન ન બનાવી શકાય. જે અંગે હાઇકોર્ટે એએમસીને અરજન્ટ નોટીસ ઇસ્યુ કરી છે.

એએમસી દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પર અને ધાર્મિક સ્થાનોની આસપાસ ૧૦૦ મીટરના એરિયામાં ઇંડા, નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરવાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં. આ મામલે કાચું કપાયું હોવાનું તેમજ ઉતાવળીયો અને અણઘડ નિર્ણય લેવાયો હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

હવે ટ્રાફીકમાં નડતરરૂપ હોય તેવી લારીઓ, ફેરીયાઓ સામે કાર્યવાહી કરવા 'અંદરખાને સુચના' અપાઇ હોવાનું જાણવા મળે છે. આમ, શહેરમાં ઇંડા, નોનવેજનું વેચાણ કરતી લારીઓ હટાવવાની સુચના અપાઇ હતી.

પરંતુ ગુજરાત હાઇકોર્ટે એએમસીનો ઉઘડો લીધો છે. જેમાં ઇંડા, નોનવેજની લારીઓ મુદ્ે ઝાટકણી કાઢી છે. તેમાં દબાણના નામે લારી ઉપાડવા મુદ્ે ઉઘડો લીધો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે લોકો શું ખાશે એ કોર્પોરેશન નકકી કરશે? ખાવા-પીવામાં સત્તાપક્ષના વિચારો આધીન ન બનાવી શકાય' જેમાં હાઇકોર્ટે એએમસીને અરજન્ટ નોટીસ ઇસ્યુ કરી છે.

એએમસી દ્વારા ફકત જોધપુર વોર્ડમાં જ ટ્રાફીકને નડતરરૂપ સ્ટ્રીટ લેન્ડ, રસ્તા પર દબાણ કરીને લારી, ગલ્લા, ટેમ્પા, પાથરણાવાળાને દૂર કરીને ફકત ર૩૧ દબાણ દૂર કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. શહેરમાં ઇંડાની લારીઓ હટાવવાની  ઝંૂબેશને પગલે મ્યુનિ. ભાજપ ભીંસમાં આવી જવાને પગલે પદાધિકારીઓ અને કેટલાંક કોર્પોરેટરોની તાબડતોબ મીટીંગ બોલાવાઇ હતી. આ મામલે પક્ષની છબી ખરડાવાને પગલે ભાજપ 'બચાવ' ની ભૂમિકામાં મૂકાઇ ગયો છે.

(3:31 pm IST)