Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પેટીએમ મનીએ ભારતમાં તેની પ્રથમ ઓફિસ અમદાવાદમાં ખોલી

ગુજરાતમાં નં. ૧ ટ્રેડીંગ અને ઇનવેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બનવાનું ધ્યેય

(કેતન ખત્રી) અમદાવાદ, તા. ૯ : વેપારીઓ અને ગ્રાહકો માટેની ભારતની મોખરાની ડિજિટલ વ્યવસ્થા પેટીએમ  તરફથી જાહેરાત કરવામાં આવી છે તેની સંપુર્ણ માલિકીની પેટા કંપની  પેટીએમ મનીએ તેની પ્રથમ વેલ્થ મેનેજમેન્ટ ઓફિસનો અમદાવાદમાં પ્રારંભ કર્યો છે. તે ગુજરાતમાં તે આશરે ૧૦૦ લોકોની સેલ્સ ટીમ, ઈનવેસ્ટમેન્ટ એડવાઈઝર્સ અને બજાર નિષ્ણાતોની  ભરતી કરીને  આગામી વર્ષોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં કંપનીની હાજરી વિસ્તારશે.હાલમાં ૧ લાખથી વધુ યુઝર્સ ધરાવતુ ગુજરાત  પેટીએમ મની પ્લેટફોર્મ ઉપર   ટ્રાન્ઝેકશન વોલ્યુમ ધરાવતુ ટોચનુ રાજય છે.આ પ્લેટફોર્મ ઉપર ૧૧ ટકાથી વધુ  આઈપીઓ અરજીઓ ગુજરાતમાંથી આવે છે. આથી કે દેશમાં સૌથી મહત્વનુ રાજય બની રહે છે. હવે અમદાવાદમાં ભૌતિક હાજરી  ધરાવતાં તે રાજયામા  નવા યુઝર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને એકંદર રિલેશનશિપ વેલ્યુ અને ટ્રેડીંગ વોલ્યુમમાં વધારો કરી શકશે.પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે અમારા ગ્રાહકો જે ભાષાનો ઉપયોગ કરે છે અને બોલે છે  તે ભાષામાં સંપર્ક કરી તેમની નિકટ આવવા પ્રયાસ કરી રહ્યા છીએ. પેટીએમ મની ઉત્તમ કીંમતે  મૂડીરોકાણ અને ટ્રેડીંગ કરવા માટે સુપર એપ્પનુ નિર્માણ કરી રહી છે.  ગુજરાતનુ અમારૂ હાલનુ  ટ્રેડર નેટવર્ક  અમારા માટે મોટુ સ્પર્ધાત્મક નેટવર્ક બની રહેશે.

(3:30 pm IST)