Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ટ્રાયલ કોર્ટે ૩ માસમાં માત્ર ૧ સાક્ષી તપાસ્યોઃ ૪૭ સાક્ષીઓ તપાસતા ૮-૯ વર્ષ લાગશે

ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને જાલી નોટ પ્રકરણમાં ટકોર કરી : આરોપી પાંચ વર્ષથી જેલમાં બંધ :એન.આઇ.એ.કોર્ટની ટ્રાયલ લાંબી ચાલે તેમ છે

અમદાવાદ,તા. ૯ : નકલી નોટના પ્રકરણમાં પાંચેક વર્ષથી જેલમાં બંધ આરોપીને જામીન અરજીમાં હાઇકોર્ટે સુનાવણીમાં ટકોર કરી હતી કે આ કેસમાં મહિને એક સાક્ષીની તપાસ થશે તો ૪૭ સાક્ષીઓ તપાસવામાં ૯૯ વર્ષ નીકળી જશે. કેસના મુખ્ય આરોપીને ડિફોલ્ટ જામીન મળ્યા હોવાથી કોર્ટે અરજદાર આરોપીને આગામી સુનાવણીમાં જામીન મુકત કરવાનું વલણ અપનાવ્યુ છે. જો કે કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ૧૫ મી ડિસેમ્બર સુધીની મુદત આપી છે.

કેસમાં શૈલેષ બરવાડીયાએ જામીન અરજીમાં રજુઆત કરી હતી કે કેસના મુખ્ય આરોપીને ડિફોલ્ટ જામીન મળ્યા છે. અને તે પાંચ વર્ષથી જેલમાં છે. ઉપરાંત એન.આઇ.એસ.કોર્ટમાં કેસની ટ્રાયલ લાંબી ચાલે તેમ છે. જેથી હાઇકોર્ટે એન.આઇ.એ.ની ટ્રાયલ કોર્ટનો સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો.

જેના આધારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિલ નિરલ મહેતાની ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે ત્રણ મહિનામાં આ કેસમાં ટ્રાયલ કોર્ટે એક જ સાક્ષીની તપાસ કરી છે અને હજુ ૪૭ સાક્ષીઓની તપાસ બાકી છે. અમને લાગે છે કે આ રીતે કેસની ટ્રાયલ પૂર્ણ થતા આઠથી નવ વર્ષ નીકળી જશે.

(12:37 pm IST)