Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એમઇસીએલ સર્વિસ ઉપર સૌથી વધુ પાર્સલ સાઇઝનું સંચાલન કર્યું

મઅર્સ્ક સેલેટર પર 4527 TEUSની સૌથી વધુ પાર્સલ સાઇઝનું સંચાલન કર્યું: જહાજની કામગીરી દરમિયાન ૧૪૦ એમપીએચની બર્થ પ્રોડકિટવિટી હાંસલ

 પિપાવાવઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ઇન્ડિયા-યુએસ ઇસ્ટ કોસ્ટ (એમઇસીએલ) સર્વિસ પર સૌથી વધુ વોલ્યુમનું સંચાલન કર્યું છે. પોર્ટે આ સર્વિસ પર કલાકદીઠ ૧૪૦ મૂવની રેકોર્ડ બર્થ ઉત્પાદકતા સાથે સલામત રીતે મઅર્સ્ક સેલેટર પર 4,527 TEUsનું સંચાલન કર્યું હતું. એમઇસીએલ સર્વિસ ભારતને યુએસઇસી સાથે જોડે છે, જેમાં સવાન્નાહ, નોર્ફોલ્ક, નેવાર્ક, અલ્જિસિરાસ તથા જિબોટી, સલાલાહ, જેબલ અલી અને પોર્ટ કાસિમના મધ્ય પૂર્વના બંદરો સામેલ છે.

 આ સીમાચિહ્ન સફળતા પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી યાકબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, 'એમઇસીએલ પર 4527 TEUsનું સંચાલન મહત્વપૂર્ણ સફળતા છે. મને એ જણાવતા ગર્વ થાય છે કે, અમે જહાજની કામગીરી દરમિયાન ૧૪૦-એમપીએચની બર્થ ઉત્પાદકતા હાંસલ કરી છે. અમે અમેરિકન ગ્રાહકો, તેમના પ્રતિનિધિઓ, યુએસઇસી ટ્રેડના હિતધારકો અને શિપિંગ લાઇન્સના અમારી ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ આભારી છીએ. આ સફળતા હાંસલ કરવીએ અમારી ગ્રાહક કેન્દ્રિત, સંવેદનશીલ કાર્ગોની અવર જવરનું વ્યવસ્થાપન કરવામાં શ્રેષ્ઠ સંકલન, કુશળ સ્ટાફ અને માળખાગત ક્ષમતાનો પુરાવો છે. અમે ગોદી પર, યાર્ડમાં અને અમારા ગ્રાહકોના ગેટ પર શ્રેષ્ઠ કાર્યદક્ષતા સાથે સેવા પ્રદાન કરવા આતુર હોવાનું યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)