Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પેન્શનર્સને લગતી નીતિ વિષયક બાબતો અંગે મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગર જિલ્લા પેન્શનર્સ સમાજ દ્વારા આવેદન : વન રેન્ક, વન પેન્શન યોજના અમલમાં લાવવી જરૂરી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૯: ગુજરાત રાજય માન્ય પેન્શનર સમાજની સંકલન સમિતિના નિર્ણય મુજબ રાજય કક્ષાએ નીતિ વિષયક નિર્ણયોના પડતર કેસો અંગે જિલ્લા તાલુકા મથકોએ મુખ્યમંત્રીશ્રીને રજુઆતોનું આવેદન પત્ર તાલુકા કક્ષાએ મામલતદાર અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીઓને હાલના કોરોના નિયંત્રણોનું ધ્યાનમાં રાખી આવેદન પત્ર આપવાનું નકકી કરેલ તે મુજબ ગલાંધીનગર જિલ્લા અને તાલુકા પેન્શનર મંડળો વતી રાજયના મુખ્યમંત્રી જિલ્લા પ્રમુખશ્રી કે. બી. વ્યાસ શહેર પેન્શનર સમાજના પ્રમુખશ્રી એસ. ડી. આર. મલિક તથા વિધાનસભા પેન્શન સમાજ વતી અગ્રણ્ય સભ્યશ્રી ઝાલાભાઇએ રૂબરૂમાં પહોંચાડયું હતું.

ગાંધીનગર જિલ્લા પેન્શનર્સ સમાજે આવેદનમાં જણાવેલ કે સરકારે નાણા વિભાગના તા. ૭-૧-૧૯૯૮માં સરકારી ઠરાવ ક્રમાંક પગર/૧૦૯૮/૧/પ થી કેન્દ્ર સરકારના પાંચમા પગાર પંચની ભલામણો અન્વયે થયેલ આદેશો રાજય સરકારના કર્મચારીઓને લાગુ પાડતા ૧ થી ૧૬ નિર્ણયો અમલી બનાવવા ઠરાવવામાં આવ્યા છે. જે નીતિ વિષયક ઠરાવની જોગવાઇઓ પૈકીના કેન્દ્ર ધોરણે વણઉકેલ્યા પ્રશ્નો રજૂ કરેલ છે. કેન્દ્રના ધોરણે ચૂકવાતા મોં ભથ્થાના સ્વીકારેલ નીતિ મુજબ દર છ માસે ચૂકવાતા હપ્તા તાત્કાલિક ચૂકવાતા નથી. પરંતુ ખૂબ વિલંબથી ચૂકવાય છે એટલે એમાં કેન્દ્ર સરકારના નિર્ણય પછી એકાદ માસમાં રાજય સરકાર તરફથી નિર્ણય લેવાઇ જાય તેવી વ્યવસ્થાના હુકમો કરવામાં આવે. જેથી સ્વીકારવામાં આવતી મોંઘવારીના પ્રતિકારે વધારાના નાણાં નિયમિત મળતા રહે.

નિવૃત્ત પેન્શનરો નિવૃત્તિ પછી, અન્ય રાજયોમાં સંજોગાનુસાર વસવાટ કરે છે તેમને પણ જે તે રાજયની તિજોરીમાંથી, ગુજરાત રાજયના અન્ય પેન્શનરોને મળતા લાભોના અંગ્રેજી ભાષામાં ઠરાવ-પરિપત્રો-સુધારા સાથોસાથ એ.જી. કચેરી મારફત મોકલવાની પ્રથા અગાઉ હતી. તેમાં ખૂબ જ વિલંબ થાય છે.

કોરોનાના કારણે તા. ૧-૧-૧૯ર૦, તા. ૧-૭-ર૦ અને તા. ૧-૧-ર૧ ના ફ્રીજ હપ્તાઓની ચૂકવણી શરૂ થયેલ છે. જેથી રાહત મળી છે પરંતુ એના એરિયર્સની રકમ કેન્દ્ર આદેશ મુજબ ચુકવણી ચાલુ નાણાંકીય વર્ષમાં ચૂકવાઇ જાય તેવા આદેશ કરવા જરૂરી છે. તા. ૧-૭-ર૧ થી ૩ ટકાનો વધારો-એરિયર્સ સાથે ચુકવણી ચાલુ નાણાકીય વર્ષમાં ચૂકવાઇ જાય તેવા આદેશ કરવા વિનંતી છે. ચાલુ નાણાકીય વર્ષ ૧૯ર૧-રર માં ૧-૧-રર થી કેન્દ્ર સરકાર જાહેર કરે ત્યારે ૧ માસમાં જરૂરી આદેશ કરી, એની નિયમિતતા જાળવી લેવામાં આવે.

સાતમા પગારપંચના સચિવશ્રીઓની સમિતિના ફાઇનલ રિપોર્ટ મુજબ ૩% આસપાસ વધારાની પેન્શન ચૂકવવા રજુઆત ધ્યાન પર લેવા જોઇએ. કોમ્યુટેડ પેન્શન (રીસ્ટોરેશન)ની ૧૦ વર્ષની એક સાથે ચૂકવાતી રકમની વસુલાત, ચૂકવણી તારીખથી ૧પ વર્ષ સુધી વસુલાત અને આ સમય દરમિયાન અવસાન થતાં કિસ્સામાં માફ થતી યોજનાની પુનઃ ગણતરી કરી વસુલાતના મુદે રજુઆત કરવામાં આવી છે.

૮૦ વર્ષ પૂરા થતાં ર૦ ટકાથી શરૂ દર પાંચ વર્ષે વધતી વધુ ૧૦ ટકા પેન્શન યોજના ૧૦૦ વર્ષની ઉંમરે વધુ પ૦ ટકા વધે છે. છેલ્લે નાણાકીય વર્ષમાં કરદાતાની ૭પ વર્ષની ઉંમરને ઇન્કમટેક્ષ પત્રક ભરવામાંથી કેટલીક શરતોને આધારે મુકિત આપવાનું કેન્દ્ર સરકારે સ્વીકારેલ છે. એટલે કે ૭પ વર્ષને મહત્વ આપેલ છે. તે મુજબ ૮૦ વર્ષે ર૦ ટકાને બદલે ૧૦ ટકાની પેન્શનરોના ઉંમરને ખ્યાલમાં રાખી વિચારણા કરવા, કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવા વિનંતી કરીએ છીએ. તેમ આવેદનમાં જણાવાયું છે.

(11:48 am IST)