Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વડોદરાના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ નજીક રિક્ષામાં ઓનલાઇન સટ્ટો રમાડતા રિક્ષાચાલકને પોલીસે ઝડપી 55 હજારની મતા જપ્ત કરી

વડોદરા: શહેરના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં બેસી પાકિસ્તાન ઝિમ્બાબ્વે મેચ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા રિક્ષાચાલકને પોલીસે ઝડપી પાડી 55730 રૂપિયાની મતા કબજે કરી હતી.

રાવપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં શખ્સ બેસીને હાલમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સાહિલ વોરા (રહે -સૌદાગર પાર્ક , તાંદલજા, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો.

(5:22 pm IST)