Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વલસાડ જિલ્લા ટ્રાફીક પોલીસે માનવતા મહેકાવી:અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકને હોસ્પિટલ પહોંચાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડના પારનેરા વાકી નદી પાસે  નેશનલ હાઇવે નંબર 48 સુરત થી વાપી તરફ જઈ રહેલા પલ્સર ચાલકે પોતાની પલ્સર મોટરસાયકલ પુર ઝડપે હંકારી લાવી ડિવાઈડર સાથે અકસ્માત કર્યો હતો જેમાં ચાલકને ઇજા થતાં કોઈપણ વાહન ચાલકે ચાલકને હોસ્પિટલમાં ન લઈ ગયા હતા ત્યારે  ત્યાંથી પસાર થઈ રહેલી વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ પરમાર તથા પોલીસ કોસ્ટેબલ અમ્રતભાઈ તથા હિંમતભાઇ અને અનિલભાઈએ જીપ ઉભી રાખીને ચાલકને હોસ્પિટલ પહોંચાડીને માનવતાનું ઉતમ ઉદાહરણ આપ્યુ હતુ.

(9:01 pm IST)