Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

સુરતના મગદલ્લા સ્થિત વી.આર.મોલ નજીક મોપેડ પર જઈ રહેલ શખ્સને આંતરી બે સ્નેચરો સોનાની ચેઇન આંચકી છૂમંતર....

સુરત: શહેરના મગદલ્લા સ્થિત વી.આર. મોલની પાછળ દરજી સ્ટ્રીટમાં દિવ્યેશ મનોજ પટેલ (ઉ.વ. 27) ગત રાત્રે પત્ની ઉપાસના સાથે મોપેડમાં પેટ્રોલ ભરાવી પરત ઘરે જઇ રહ્યા હતા. 

તે દરમ્યાન પીપલોદ રાજહંસ સિનેમા સામેથી પસાર થતા હતા ત્યારે કાળા કલરની પલસર મોટરસાઇકલ પર મન્કી કેપ પહેરેલા બે સ્નેચરો ધસી આવ્યા હતા. 

સ્નેચરોએ ચાલુ મોટરસાઇકલે દિવ્યેશના ગળામાંથી રૂા. 62 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકી મોટરસાઇકલ પુર ઝડપે હંકારી ડુમસ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(5:07 pm IST)