Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ઓરી ગામે બુલેટ ઉપર આવેલા 3 શખ્સોએ નજીવી બાબતે ટ્રક ચાલકને માર મારી ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ઓરી ગામે હાઇવા ટ્રકના ચાલકને ત્રણ શખ્શોએ માર મારી, મારી નાખવાની ધમકી આપતા આમલેથા પોલીસ મથકે ફરિયાદ થઈ છે
મળતી માહિતી અનુસાર મનોજ રણજીતભાઇ પ્રજાપતિ રહે.સુરતની ફરિયાદ મુજબ તેઓ પોતાના કબજા ની હાઇવા ટ્રક લઇને જતા હતા ત્યારે ઓરી ગામ પાસે
બુલેટ ગાડી ઉપર આવેલા ત્રણ ઈસમો એ તેમની ટ્રક ઉભી રખાવી જણાવેલ કે,મારી સાથેના બે માણસોને બેસાડી જાવ તેમ જણાવતા મનોજભાઈ એ કહ્યું કે હુ રાજપીપલા નથી જતો સુરત જાવ છુ તેમ જણાવતા આ ત્રણેય ઇસમોમાંથી એક ઇસમે એકદમ ઉશ્કેરાઇ જઇ ડ્રાઇવર સાઇડે ગાડી ઉપર ચઢી જઇ ગાલ ઉપર તથા જમણા કાન નીચે બે ત્રણ લાફા મારી મા બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા હાઇવા ગાડી રજી.નં. GJ 21 W 5767 ના ડ્રાઇવર સાથે પણ ઝપાઝપી કરી તથા સાથેના બીજા બે ઇસમોએ ગમે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે

(11:45 pm IST)